વોલનટ બ્રાઉની

Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322
શેર કરો

ઘટકો

  1. ૨૫/૩૦ નંગ પારલે જી બીસકીટ
  2. ૮ ચમચી કોકો પાવડર
  3. ૮ ચમચી બુરું ખાંડ
  4. ૨ વાટકી દૂધ
  5. ૧ ચમચી ખાવાનો સોડા
  6. ૧/૨ વાટકી વોલનટ
  7. ૨ ચમચી કોફી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીસકીટ હાથેથી કૃશ કરી. તેમાં કોકો પાવડર અને ખાંડ અને કોફી પાવડર મિક્સ કરો.તેમા દૂધ એડ કરી એક જ દિશામાં હલાવી લો.વોલનટ થોડા નાખીને મિક્સ કરી લો.ગેસ ઓન કરી ઢોકળા ની જેમ થાળી માં બટર કે ધી લગાવી ગરમ થાય એટલે તેમાં તૈયાર મીક્સ માં સોડા નાખી ને મીક્સ કરી ને ઢોકળા જેવું બેટર બનાવી જરુર પડે તો વધારે દુધ ઉમેરી થાળી માં પાથરવું. ઉપર વોલનટ નાખી ને ઢાંકી ને ફાસ તાપે ૨૦ મીનીટ સુધી રાખવી ત્યાર પછી જ છરીથી ચેક કરી રેડી હોય તો ગેસ બંધ કરી દેવો.

  2. 2

    સર્વ કરવા માટે વેનીલા આઈસ્ક્રીમ અને હોટ ચોકલેટ સોસ. બ્રાઉની માં થી ગ્લાસ ની સાઈઝ માં રાઉન્ડ કટ કરી લો. ગ્લાસમાં ચોકલેટ સોસ રેડી તેના ઉપર બ્રાઉની મુકીને તેના ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકીને તેના ઉપર હોટ ચોકલેટ સોસ રેડી ઉપર વોલનટ મૂકીને સર્વ કરો.મોઢામા પાણી આવી ગયું ને તો બનાવો અને તમારા ફેમિલી ને ખુશ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322
પર

ટિપ્પણીઓ

Similar Recipes