રંગ રંગીલા હેલથી દહીંવડા#sg

Neeta Unadkat
Neeta Unadkat @cook_17739905

રંગ રંગીલા હેલથી દહીંવડા#sg

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. #s g ૧_૧ કપ અડદ દાળ, મગ ની દાળ ને ઓટ્સ
  2. દહીં_૧ લીટર દુધ થી બનાવેલ,, ,૧/૨ કેપ્સીકમ, નાનું બીટ, ૧ જુડી પાલક, મીઠું મરચું હળદર, દળેલી ખાંડ, શેકેલ જીરૂ પાવડર, કોથમીર, દાડમ ના દાણા,થોડું દહીં, આમલી ખજુર ની ચતની
  3. ૧ નાનું ગાજર
  4. નાનો ટુકડો કૉબી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    #s gપહેલાં બને દાળ ને પાણી મા પલાળી રાખો. પછી નિતારી ને દહીં નાખી મિક્સર માં પીસી લો, ઓટ્સ ને પીસી ને ઉમેરી દો,૧_૨ કલાક સુધી રાખી દો. ત્યાર બાદ દહીં નાખી પીસી લો.

  2. 2

    ગાજર_કોબી ને ચીઝ ની છીની થી બારીક ખમણી લો. કેપ્સીકમ ઝીણું સમારવું, બધી જ વસ્તુઓ ખીરા માં ઉમેરો, સ્વાદ મુજબ મીઠું નાખી દો. થોડી કોથમીર નાખવી.

  3. 3

    પાલક સાફ કરી ને પાણી ઉમરીને પીસી લેવી. બીટ ને બારીક છીણી લો.દહીં ને વલોવી લો.પહેલાં તેના ૨ ભાગ કરો.૧ ભાગ સફેદ જ રાખો. ૨ જા ભાગ ના દહીં na ૩ ભાગ કરો.૧ ભાગ માં પાલક પેસ્ટ,૨જા ભાગ માં બીટ ઉમેરો.૩ જા ભાગ ના દહીં મા હળદર પાવડર મિક્સ કરો.દહીં મા મીઠું, દળેલી ખાંડ ઉમેરો. ફ્રિઝ માં ઠંડું થવા દો.

  4. 4

    તેલ તળવા માટે કડાઈમાં ગરમ કરો, તેમાં વડા તળી લેવા. પછી ઠંડા થાય એટલે પાણી મા પલાળી રાખો. થોડી વારમાં દબાવી ને કાઢી લો. ફ્રીઝ માં ઠંડા કરો.

  5. 5

    પીરસવા માટે પ્લેટ લો.તેમાં વડા મૂકો.ઉપર સફેદ દહીં રેડવું.ઉપર ૩ કલર નું દહીં રેડવું. ચટણી,કોથમીર, દાડમ ના દાણા, મીઠું, મરચું પાવડર, સેકેલ જીરૂં પાવડર, દળેલી ખાંડ નાખી ને પીરસો.

  6. 6

    આ વાનગી ટેસ્ટી તો છે જ પરંતુ સાથે સાથે પોષ્ટિક પણ છે.તમે દહીંવડા ને બદલે નાના બોલ્સ બનાવી સ્ટાર્ટર પણ બનાવી શકો છો. મેંદુવડા પણ બનાવી શકો છો.તો તેમાં બારીક સમારેલી ડુંગળી નાખવી.ખૂબ જ ટેસ્ટી ને પોષ્ટિક બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Unadkat
Neeta Unadkat @cook_17739905
પર

Similar Recipes