માવા માલપુવા

Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કટોરી માવો ક્રમબલ્ડ/ ખમણેલ
  2. ૧.૫-૨ કટોરી દૂધ (થોડું ગરમ)(આંગળી બોડી શકાવી જોઈએ)
  3. ૧ કટોરી મેંદો
  4. ૧ કટોરી પાણી
  5. ૨-૩ ચપટી એવરેસ્ટ મિલ્ક મસાલા/ એલચી પાવડર
  6. તળવા માટે ઘી
  7. સજાવા માટે પીસ્તા-બદામ નું કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ૧ કટોરી ગરમ દૂધ અને માવો મીક્સ કરવા। ગાંઠા ના રહે, માવો ઓગડી જાય, ત્યારબાદ મેંદો અને બાકી નું દૂધ થોડા થોડા કરી ભેળવતા જવું। કેક ના બેટર જવું ઘટ હોવું જોઈએ। જરૂર ના હોય તો ૧/૪ કપ દૂધ રાખી દેવું। ખીરૂ બહુ પતલુ ના થઈ જાય એ ધ્યાન રાખવું।

  2. 2

    ખીરૂ ૨૦-૨૫ મિનીટ માટે સાઇડ પર રાખી, ચાશની બનાવી। તેના માટે ખાંડ અને પાણી મીક્સ કરી ગરમ કરવા। ખાંડ ઓગડે પછી તેમાં મિલ્ક મસાલા/એલચી પાવડર નાંખી થોડું ઉકળવા દેવું। તાર થવા દેવાની જરૂર નથી।

  3. 3

    ચાશની ગેસ પરથી ઉતારી થોડી ઠંડી થવા દેવી। એક નોન સ્ટીક ફ્લેટ ફ્રાઈપેન મા ઘી ગરમ મુકવું। ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં નાના-નાના માલપુવા તળવા। પાથરવા ની જરૂર નથી। ખાલી ચમચા થી મુક્તા જવું, એ જાતે જ સ્પ્રેડ થઈ જશે।

  4. 4

    ચીમટા થી કે તવીથા વળે પલટાવી બન્ને બાજુ બરાબર ફ્રાઈ થવા દેવું। વચ્ચે થી થોડું લાઇટ લાગવું સામાન્ય છે।

  5. 5

    બન્ને બાજુ ચડી પછી થોડું દબાવી, વધારા નું ઘી નીકળી જાય તે રીતે કાઢી ને તેને ચાશની મા નાંખી થોડી વાર પલળવા દો।

  6. 6

    તમારા ગરમા ગરમ માલપુવા તૈયાર છે। પીસ્તા-બદામ નું કતરણ ભભરાવી સર્વ કરો।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676
પર

Similar Recipes