આલુ કોથમીર પરોઠા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#પરાઠાથેપલા

હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફ્રેશ શાકભાજી પણ માર્કેટમાં મળતા થઈ ગયા છે. શિયાળો એ આખા વર્ષની તાજગી અને તંદુરસ્તી બનાવવા માટે શ્રેષ્ઠ સિઝન છે. દરેકનાં ઘરમાં વિવિધ પ્રકારના વસાણા, થેપલા અને સૂપ આ સિઝનમાં બનતા હોય છે. આજે હું બટાકા અને કોથમીરથી બનતા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે અને ડીનરમાં સૂપ સાથે ખાવાની મજા આવે છે.

આલુ કોથમીર પરોઠા

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૩ ચમચી આદુ-મરચાની પેસ્ટ
  3. સ્વાદાનુસાર મીઠું
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી ચાટ મસાલો
  6. ૧/૨ ચમચી આમચૂર પાવડર
  7. ૧ ચમચી લીંબુનો રસ
  8. ૧ ચમચી તલ
  9. ૨ ચમચી દળેલી ખાંડ
  10. ૫૦ ગ્રામ કોથમીર
  11. ૨૫૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
  12. જરૂર મુજબ તેલ (શેકવા માટે)
  13. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી છોલીને તેને મેશ કરીને માવો બનાવો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું, હળદર, ચાટ મસાલો, આમચૂર પાવડર ઉમેરો.

  2. 2

    તેમાં લીંબુનો રસ, તલ, દળેલી ખાંડ તથા ઝીણી સમારેલી કોથમીર તથા ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરો. મોણ ઉમેરવાની જરૂર નથી.

  3. 3

    તેમાં જરૂર જણાય એમ થોડું-થોડું પાણી ઉમેરીને મધ્યમ ઢીલો લોટ બાંધો. આ પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી એકદમ ઓછું વપરાશે કારણકે બટાકાનું પ્રમાણ લોટ કરતા બમણું લીધું છે. જેના કારણે પરોઠા પણ એકદમ સોફ્ટ બનશે.

  4. 4

    લોટમાંથી લુઆ કરીને અટામણ લઈને પરોઠા વણો.

  5. 5

    તવા પર તેલ મૂકી પરોઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લો.

  6. 6

    ગરમાગરમ પરોઠાને દહીં, ચટણી, ચા કે સૂપ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી આલુ કોથમીર પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes