આલુ મટર ચીઝ સમોસા

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટેટા
  2. ૨૦૦ ગ્રામ વટાણા
  3. ૩૦૦ ગ્રામ મેંદો
  4. ૫૦ ગ્રામ ચીઝ (જરૂર મુજબ)
  5. ૫ નંગ આદુ મરચા
  6. ૧ ટુકડો આદુ
  7. ૧ ચમચી આમચૂર પાવડર
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. મીઠું (જરૂર મુજબ)
  10. રેગ્યુલર મસાલા
  11. ૧ ચમચી લાલ મરચું
  12. ૧ ચમચી ઘાનાજીરું
  13. ૧ ચમચી હળદર
  14. ૧ ચમચી લીંબુ નો રસ
  15. ૧/૨ ચમચી ખાંડ
  16. ૧ ચમચી અજમો
  17. ૨ નંગ ડુંગળી
  18. તેલ (જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બટેટાં ને બાફી લ્યો અને વટાણા ને પણ બાફી લેવા। હવે વટાણા અને બટેટા નો છુન્દો કરી લેવો। ત્યાર બાદ ૧ ચમચો તેલ મૂકવું । તેમાં ડુંગળી ને સાંતળી લેવું। અને તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખવી અને તેના પાર વટાણા બટેટા નો છુન્દો નાખવો।

  2. 2

    ત્યાર બાદ તેની અંદર બધા રેગ્યુલર મસાલા આમચૂર પાવડર, મીઠું, લીંબુ નો રસ, ગરમ મસાલો બધું જ નાખી દેવું। અને અંતે તેના પાર ચીઝ ખમણી ને નાખવું।

  3. 3

    હવે આ માવો ત્યાર થઇ જાય એટલે મેંદા નો લોટ બાંધવો। તેમાં તેલ મીઠું અજમા નાખી તેના રોટલી કરતા કઠણ લોટ બાંધવો । હવે રોટલી જેમ વણી બે કટકા કરી તેના બટેટા વટાણા નો માવો અંદર નાખી તેના સમોસા વાળવા।

  4. 4

    હવે બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળાઈ જાય એટલે તેના પર ચીઝ સોસ ખમણી ને નાખવું। આ સાથે આલુ મટર ચીઝ સમોસા ત્યાર।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

ટિપ્પણીઓ

Similar Recipes