રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ધાણા ને આખા જ પાણી મા ધોઈ ને એકદમ કોરા કરી લો, કપડાથી અને બારીક સમારી લો.
- 2
પછી એક બાઉલ મા ધાણા, મરચું, ગરમ મસાલો, મીઠું, અને ધાણાજીરૂ નાખીને મિક્સ કરી લો.
- 3
પછી એક વાટકી મા થોડુ પાણી ગરમ કરો.અને જુવાર નો લોટ એક બાઉલ મા કાઢી ને ગરમ પાણી થોડું થોડું નાખી કઠણ લોટ બાંધી લો.અને તેને મસળીને સોફ્ટ કરો
- 4
લોટ બંધાઈ જાય એટલે એક ગોળ લુવો તૈયાર કરી ને પ્લાસ્ટિક પર થોડોક કરો લોટ ભભરાવો.અને રોટલો થાબડો પછી બનાવેલ મસાલો વચ્ચે મૂકી ને ચારેવ કીનારો ભેગી કરી લો.
- 5
હવે ગેસ પર માટી તવી ગરમ કરવા મૂકો ગેસ ફાસ રાખવો, પછી વેલણથી ધીમે ધીમે રોટલો વણી લો.
- 6
રોટલો વણાઈ જાય એટલે માટી ની તવી પર ધીરે થી શેકાવા મૂકો.થોડી વાર પછી પલટાવી ને બીજી બાજુ શેકો.અને બેઉ બાજુ શેકાઈ જાય એટલે રોટલા ને પલટાવી લો અને થોડો પાણી વાળો હાથ ફેરવી દો રોટલા પર.
- 7
પછી તેને એક પ્લેટમાં મુકી દો અને તેની ઉપર થોડું ઘી ચોપડી દો, અને કિનારી ચપ્પા વડે કાપી લો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી ઓઇલ વગર નો સ્ટફ્ડ રોટલો.
- 9
તેજ રીતે રોટલી નો લોટ બાંધી ને તેનો લુવો લઈ રોટલી વણી ને તેની વચ્ચે મસાલો મૂકી દો કિનારી ભેગી કરી લો અને ગોળ રોટલી વણી લો.
- 10
રોટલી વણાઈ જાય એટલે તવી ને ગરમ કરી બેઉ બાજુ શેકી લો.
- 11
બેઉ બાજુ શેકાઈ જાય એટલે ગેસ પર ફૂલકા રોટલી ની જેમ શેકી ને તૈયાર કરી લો.અને એક પ્લેટમાં મૂકી ને ઘી ચોપડી ને કિનારી કાપી લો.
- 12
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી સ્ટફ્ડ રોટલો અને રોટલી.તેને દાળ ભાત અને ખીચડી સાથે સર્વ કરો, એકદમ ટેસ્ટી લાગે છે, શાક ની પણ જરૂર નઈ પડે 🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાઠીયાવાડી સ્ટફ્ડ કારેલા
#સ્ટફ્ડ હેલ્લો મિત્રો આજે મે કાઠીયાવાડી ભરેલા કારેલા પ્રસ્તૂત કર્યા છે,જે સવૅ કરવામાં એકદમ સરસ ભજીયા જેવો ટેસ્ટ આવેછે,#ઇબુક૧#૨૮ Krishna Gajjar -
-
-
-
-
-
-
સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા
#ઇબુક૧#પોસ્ટ૩૯#સ્ટફ્ડઆજે મે સ્ટફ્ડ ના કોન્ટેસ્ટ માટે સ્ટફ્ડ ચીઝી અમૃતસરી આલુ કુલ્ચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને મે યીસ્ટ વગર અને તંદુર વગર તવા પર બનાવ્યા છે... Sachi Sanket Naik -
-
-
-
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
-
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
More Recipes
ટિપ્પણીઓ