ત્રિરંગી ઢોકળાં

Neeta Gandhi Shah
Neeta Gandhi Shah @cook_20655094
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપલીલાં વટાણા,
  2. 1ગાજર,
  3. 1ટમેટાં,
  4. 1બટેટા,
  5. 1 કપપાલક,
  6. 1બીટ,
  7. 1 ચમચીઆદું, મરચાં,લસણ
  8. કોથમીર,
  9. લીંબુ,
  10. 1 કપચણાનો લોટ, બેસન,
  11. મીઠું,ખાંડ,અને ઇનો ફ્રૂટ સોલ્ટ નું પેકેટ.(જરૂર મુજબ)
  12. વઘાર માટે:
  13. તેલ,રાય,જીરું,તલ,હિંગ.મીઠો લીમડો
  14. ગાર્નિશીંગ માટે: તલ, કોપરા નો ભુક્કો, કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2
  3. 3

    ઉપર દર્શાવેલ સામગ્રી ને ફોટોઝ માં દર્શાવ્યા મુજબ મિક્સ કરી પીસી લેવી..લીલાં શાક સાથે લીલું મરચું, સફેદ સાથે લસણ,આદું. અને લાલ શાક સાથે જો વધુ તીખું બનાવવું હિય તો લાલ મરચું ઉમેરવું.ત્યારબાદ આ બધા શાક ને વારાફરતી મિક્સર માં પીસવા..

  4. 4

    આ રીતે ત્રણ કલર ના મિક્સ બેટર તૈયાર કરવા..આ શાક માં મીઠું ખાંડ અને લીંબુ..સ્વાદ અનુસાર ઉમેરવા..અહીં પસંદગી મુજબ ખાંડ નાખવી..પણ જો સાવ ગળપણ વગર રાખીએ તો વટાણા, પાલક નો સ્વાદ જરા તૂરો આવશે..આથી ચડિયાતી ગળાશ,ખટાશ નાખવી..

  5. 5

    હવે તેમાં જરૂરમુજબ ચણાનો લોટ ઉમેરતાં જવો.શાકમાં મીઠું, ખાંડ અને લીંબુ નાખવાથી જે પાણીછુટે તેમાં સમાય એટલો જ બેસન મિક્સ કરવો..તેમાં જરૂર મુજબ ઇનો નાખી મિક્સ કરી લો.અહીં મેં 3 બાઉલ માં સરખે ભાગે ઇનો નાખી પછી જ બેસન મિક્સ કરેલો છે.

  6. 6

    ત્યાર બાદ એક ત્રાંસ માં તેલ લગાવી લેવું.અહીં મેં થાળી ના બદલે ત્રાંસ લીધો છે જો તમારે સાવ ઓછાં પ્રમાણ માં ઢોકળાં બનાવવા હોય તો કુકરનું ખાનું કે એના જેવું અને જેટલું ઊંડું વાસણ પણ લઈ શકાય.

  7. 7

    ત્યારબાદ સૌ પ્રથમ લેયર લીલું એટલે કે વટાણા વાળું લેયર સ્પ્રેડ કરી ઢોકળાં અંતિમ કરવા મુકવા..આ એટલ કે વટાણા ને રંધાતા બીજા શાકની સરખામણી માં વધુ વાર લાગશે.અને જો સહેજ કાચું રહે તો વટાણા નો સ્વાદ તૂરો આવશે.

  8. 8

    ત્યારબાદ ટમેટાં, બીટ અને મરચાં વાળું લેયર મૂકવું.. ગ્રીનલેયર પર આ લાલ ખીરું સ્પ્રેડ કરી ફરી ઢોકળાં સ્ટીમ કરવા મૂકવાં..

  9. 9

    ત્યારબાદ બટેટા, આદુ લસણ વાળું લેયર સ્પ્રેડ કરવું..અને તેને ફરી સ્ટીમ કરવા મુકો..

  10. 10

    પછી તેને લાંબા ચાકુ વડે ચેક કરો કે ત્રણે લેયર બરોબર સ્ટીમ થઈ ચડી ગયા છે કે નહીં.જો થઈ ગયા હોય તો હવે ત્રાંસ ઉતારી તેને ઠંડુ થવા દો...થોડું ઠંડુ થાય પછી તેના મનપસંદ ચોસલાં પાડી લો.

  11. 11

    ત્યાર બાદ એક લોયામાં 2 થી 3 ચમચા તેલમુકો..તેમાં રાય,જીરું નાખી તતડે એટલે તલ નાખી તરતજ મિઠો લીમડો નાખવો, હિંગ નાખવી,.પછી તેમાં પાણી વધારવું..કેમકે આ ઢોકળાં નું લેયર થીક હોવાથી બહુ ડ્રાય લાગેછે..પાણી નો વઘાર કરી તેમાં લીંબુ,ખાંડ.નાખવા..પછી એ વઘાર ને ચમચા થી ઢોકળાં પર સ્પ્રેડ કરતા જવો..

  12. 12

    આનાથી ઢોકળા માં નીચે સુધી વઘાર જશે..અને સ્વાદ બેનમૂન થશે..ત્યારબાદ તેના પર સુકા કોપરાનો ભુક્કો..અને એકદમ ઝીણી સમારેલી કોથમીર છાંટવી..

  13. 13

    હવે તેને માણવા છે..ચા, ટોમેટો સોએ, ગ્રીન ચટણી દહીં વાળી કે પછી કોલ્ડ ડ્રીંક.. તમારી પસંદ...

  14. 14

    આ ઢોકળાં ની રેસીપી જેટલી લાંબી છે એટલા જ એ બનાવવા માં સહેલા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Gandhi Shah
Neeta Gandhi Shah @cook_20655094
પર

ટિપ્પણીઓ

Similar Recipes