રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬
  1. ૧૦૦ ગ્રામ વટાણા
  2. સમારેલી મેથીની ભાજી એક બાઉલ
  3. 2-3નંગ બટાટા
  4. 9-10નંગ વાલોળ
  5. ૨ નં નંગ ‌‌‌‌‌‌સરગવા ની શીંગ
  6. ૧ વાડકી સમારેલી ફ્લાવર
  7. ૧ વાડકી સમારેલી કોબીજ
  8. 1વાડકી સમારેલા રીંગણા
  9. ૩૦૦ ગ્રામ ચણાનો લોટ
  10. 1વાટકી સમારેલા ટમેટા
  11. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  12. સ્વાદ અનુસાર નમક
  13. સ્વાદ અનુસાર ખાંડ
  14. ૧ ટેબલ સ્પૂન મરચું પાવડર
  15. ૧ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર
  16. 1 ટીસ્પૂનગરમ મસાલો
  17. 1 ટીસ્પૂનહળદર
  18. ચપટીહિંગ વઘાર માટે
  19. તેલ ઢોકળી તળવા માટે
  20. તેલ વઘાર માટે
  21. ૨ ટીસ્પૂન લીંબુનો રસ
  22. ૧ ટી.સ્પૂન સાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉંધીયુ બનાવવા માટે સૌ પ્રથમ આપણે મેથીની ભાજીને વીણીને બારીક સમારી લેવી ત્યારબાદ તેને પાણીથી ધોઈને સાફ કરી લેવી. હવે આ મેથીની ભાજી ને એક બાઉલમાં લઈ તેમાં ચણાનો લોટ એડ કરો ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર મરચું પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક અને ખાંડ નાખો. તેલનું મોણ નાખો ત્યારબાદ તેમાં સાજીના ફૂલ નાખી તેના પર લીંબુ નીચોવી અને આ મીશ્રણનો લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ આ વળી માટે ના લોટ માંથી ગોળ વડી વાળી લો. ત્યારબાદ ગેસ પર લોયા માં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આ વડી નાખી અને ગોલ્ડન બ્રાઉન થાય
    તેવી તળી લો.

  3. 3

    હવે ઉપર જણાવ્યા મુજબના બધા જ શાક ને બારીક સમારી અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ સાફ કરી લો. ત્યારબાદ કુકરમા તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર નાખી ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરો ત્યારબાદ તેમાં સમારેલા શાકભાજી એડ કરો ત્યાર બાદ મરચું પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક ગરમ મસાલો આ બધું નાખી ને સબ્જી એકદમ મિક્સ કરી બે થી પાંચ મિનિટ સુધી ચઢવા દો.

  4. 4

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલી તળેલી વડી એડ કરો. હવે તેમાં જરૂર પુરતું પાણી એડ કરી અને કૂકરનુ ઢાંકણ ઢાંકી દો. કુકરમા ચારથી પાંચ વ્હીસલ વાગે ત્યાં સુધી ચડવા દો જેથી કરીને ઢોકળી એકદમ સોફ્ટ બનશે

  5. 5

    હવે જરૂર જણાય અને તેલ ઓછું દેખાય તો ઉપરથી પણ તેલનો વઘાર કરી શકાય છે જેથી કરીને દેખાવ એકદમ સરસ આવશે.હવે તૈયાર છે ઊંધિયું તેને સર્વિંગ પ્લેટમાં લઇ ધાણાભાજી થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes