રિચ  વોલ નટ હલવો

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#એનિવેર્સરી
#વીક -4
#સ્વીટ/ડેઝર્ટ
..............આજે સ્વીટ માં એનિવર્સરી માટે વોલનટ હલવો બનાવ્યો છે. જે બહાર પ્રસંગ માં ખાતા હોય એવો જ ટેસ્ટ નો બન્યો છે. અને દૂધ નો માવો,દૂધ,અને ડ્રાયફ્રુટ છે તેથી ખૂબ રિચ બન્યો છે. અને ઘી પણ છે. પણ ઘી નું પ્રમાણ માપ છે. હવે અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ મગજ માટે.. અને તેનો આકાર પણ મગજ જેવો જ છે. એન્ટી ઑક્સડીએન્ટ રહેલું છે,ઓમેગા3 થી ભરપૂર છે.
આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફાઇબર,પ્રોટીન, આયર્ન પણ રહેલું છે. તો ખાસ જરુરી છે.

રિચ  વોલ નટ હલવો

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવેર્સરી
#વીક -4
#સ્વીટ/ડેઝર્ટ
..............આજે સ્વીટ માં એનિવર્સરી માટે વોલનટ હલવો બનાવ્યો છે. જે બહાર પ્રસંગ માં ખાતા હોય એવો જ ટેસ્ટ નો બન્યો છે. અને દૂધ નો માવો,દૂધ,અને ડ્રાયફ્રુટ છે તેથી ખૂબ રિચ બન્યો છે. અને ઘી પણ છે. પણ ઘી નું પ્રમાણ માપ છે. હવે અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ મગજ માટે.. અને તેનો આકાર પણ મગજ જેવો જ છે. એન્ટી ઑક્સડીએન્ટ રહેલું છે,ઓમેગા3 થી ભરપૂર છે.
આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફાઇબર,પ્રોટીન, આયર્ન પણ રહેલું છે. તો ખાસ જરુરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામઅખરોટ નો અધકચરો ભુકો
  2. 100 ગ્રામમોળો દૂધ નોમાવો
  3. 2 ચમચીદેશી ઘી
  4. 1 કપગરમ દૂધ
  5. 1/2વાટકી ખાંડ (જરૂર મુજબ)
  6. 1 ચમચીએલચી નો પાવડર
  7. ગાર્નિશ કરવા માટે -
  8. 2કાજુ ની કતરણ
  9. 4પિસ્તા ની કતરણ
  10. 4બદામ ની કતરણ
  11. 2અખરોટ ફોડેલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તો મે 10 થી 12 નંગ અખરોટ ને ફોડી ને અખરોટ ના ટુકડા કર્યા છે. પછી તેને અધકચરા મિક્સર જાર માં ભુકો કર્યા છે. એલચી ના દાણા અને ખાંડ મિક્સ કરી તેનો પાવડર બનાવ્યો છે. 1 કડાઈ માં 2 ચમચી ઘી નાખો.

  2. 2

    ધીમા તાપે અખરોટ ના ભુકો ને ગુલાબી સેકો. શેકાશે એટલે સુગંધ આવશે. અને પછી તેમાં મોળો માવો નાખો.તેને પણ અખરોટ અને ઘી સાથે શેકો.માવો પણ ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    હવે જરૂર મુજબ ગરમ દૂધ નાંખો. અને હલાવો.પછી ખાંડ નાંખો., જરુર મુજબ ખાંડ નાખીને તેમાં એલચી પાવડર નાખો.

  4. 4

    ત્યારબાદ તેને હલાવતા રહેવું.ઘી છૂટવા લાગે છે. ઘી,દૂધ,અને દૂધ ના માવા થી એકદમ રિચ બને છે.અને પછી તેની ઉપર બદામ ની કતરણ નાખો. અને પાછું બરાબર મિક્ષ કરો.

  5. 5

    સર્વિગ ડિશ માં અખરોટ નો હલવો લઈ ને તેની ઉપર થી કાજુ,બદામ,પિસ્તા ની કતરણ,અખરોટ થી ગાર્નિશ કરો. ખાવા માં આવતા અખરોટ ના ટુકડા ને લીધે બહુ સરસ લાગે છે. તો ખાવા પણ રિચ વોલનટ હલવો તૈયાર છે.તેને ગરમ ગરમ કે ઠંડો પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes