બ્રહ્મભોજન

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#ટ્રેડિશનલ

બ્રહ્મભોજન

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -----ચુરમા ના લાડુ
  2. 3 કપઘઉંનો જાડો લોટ
  3. 1/2 કપરવો
  4. 5ટે. સ્પૂન ગોળ
  5. ઘી
  6. જાયફળ
  7. 5-6કાજુ
  8. 5-6બદામ
  9. 10-11કિસમિસ
  10. થોડી ખડી સાકર
  11. ખસખસ
  12. તળવા માટે તેલ
  13. --------દાળ
  14. ૧ કપ તુવેર ની દાળ
  15. 1ટમેટુ
  16. 1/2લીંબુ
  17. આદુ, મરચુ
  18. હળદર લાલમરચુ હીંગ તજ લવિંગ
  19. રાય જીરુ લીમડાના મીઠા પાન
  20. ઘી વઘારવા માટે
  21. ----શાક બનાવવા માટે
  22. 400 ગ્રામવટાણા
  23. 2બટેટા
  24. 1ટમેટૂ
  25. ૩ થી ૪ કળી લસણની
  26. તેલ વઘાર વા માટે
  27. 1 ચમચીજીરૂ
  28. 2 ચમચીલાલ મરચુ
  29. મીઠું સ્વાદ મુજબ
  30. ------ભાત બનાવવા માટે
  31. 1 કપચોખા
  32. પાણી જરૂર મુજબ
  33. ------રોટલી બનાવવા માટે
  34. 3 કપઘઉં નો લોટ
  35. પાણી
  36. મોણ માટે જરૂર મુજબ તેલ
  37. ------ભજીયા બનાવવા માટે
  38. 1 કપચણાનો લોટ
  39. ખાવાનો સોડા
  40. લીંબુ
  41. મીઠું સ્વાદ અનુસાર
  42. મેથી થોડી
  43. પાણી
  44. -----ટમેટા ની ચટણી
  45. ----સલાડ
  46. બીટ ગાજર કાકડી ટમેટા કોબી ચાટ મસાલો
  47. -----પાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો જાડો લોટ લો તેમાં તેલનું મોણ નાખી મુઠીયા વાળો અને એક લોયા માં તેલ ગરમ મૂકી તેમાં તળો હવે તેને આછા ગુલાબી રંગ ના થવા દો ત્યારબાદ એક થાળીમાં બધા મુઠીયા નો ભૂકો કરો અને તેને એક કથરોટમાં ચારણી વડે ચાળી લો.હવે તેમાં કાજુ બદામ કિસમિસ અને ખડી સાકર જાયફળનો ભૂકો ઉમેરો ત્યાર બાદ એક તપેલીમાં ગોળ-ઘીની પાઈ કરો અને ભૂકામાં ઉમેરો અને થોડું ઠરવા દઈ હાથેથી વાળો હવે તેના પર ખસખસ લગાડો તૈયાર છે લાડવા

  2. 2

    સૌ પ્રથમ તુવેરની દાળ લો અને બાફી તેને ઉકળવા મુકો અને તેમાં હળદર મીઠુ ખાંડ લીંબુ ટમેટૂ અને મીઠા લીમડાના પાન થોડા માંડવી ના દાણા પણ નાખો હવે તેને ઉકળવા દો તેમાં ડોયા થી હલાવતા રહો હવે તેમાં વઘાર કરવા માટે એક વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરૂ હિંગ લવિંગ તજ વગેરે નાખી વઘાર આવી જાય એટલે દાળમાં નાખો અને એક વાર ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો દાળ તૈયાર છે

  3. 3

    શાક બનાવવા માટે સૌપ્રથમ વટાણા બટેટા અને ટામેટા સુધારી લો હવે એક કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું નાખી ગરમ થાય એટલે તેમાં હળદર નાખી શાક વઘારો અને તેમાં ચટણી મીઠું થોડી એવી ખાંડ નાખી હલાવી તેમાં જોઈતા મુજબ પાણી ઉમેરો અને કૂકર બંધ કરો તેમાં સીટી વગાડો શાક તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી તેમાં ધાણા ભાજી નાખો

  4. 4

    સૌપ્રથમ ચોખાને ધોઈ લો હવે એક કૂકરમાં ચોખા નાખી તેમાં પાણી ઉમેરો અને કુકર બંધ કરી સીટી વગાડી તૈયાર

  5. 5

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધો હવે તેમાં મોણ માટે તેલ નાખી અને લોટ કુણવો નાના નાના લૂઆ કરી રોટલી વણી તવી પર શેકો

  6. 6

    સૌપ્રથમ ચણાના લોટ લો તેમાં ચપટી સોડા મીઠું અને બે ટીપા લીંબૂ નિચોવી અને થોડી મેથીની ભાજી ઉમેરી અને પાણી નાખો અને તમને લોટ ડોવો હવે કડાઈમાં તેલ મૂકી અને ભજીયા ઉતારો

  7. 7

    હવે બીટ ગાજર કોબી કાકડી ટમેટૂ સુધારી છીણ કરી સલાડ બનાવો સાથે ટમેટાને બાફી તેમાં ચટણી મીઠું અને ખાંડ ઉમેરી સોસ બનાવો તો તૈયાર છે તમારા બ્રહ્મભોજન માટે ની થાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

ટિપ્પણીઓ

Similar Recipes