રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા અને રતાળુ ગાજર ધોઈ ને સાથે બાફી લેવા અને સીંગદાણા ને શેકી લેવા
- 2
સીંગદાણા ને ઠંડા થવા દેવા અને પછી તેને પ્લેટ માં લઈ હાથ થી ઘસી ઘસીને સાફ કરી છોત્રા કાઢી લો અને અધકચરા વાટી લો બાફેલા બટેટા રતાળુ ગાજર ના કટકા કરી લેવા અને પછી એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ આદુ મરચા તલ નાખી હલાવી તેમા હળદર કાશ્મીરી મરચું સિંધવ મીઠું સ્વાદ મુજબ મરી પાવડર સીંગદાણા વાટેલા કોપરા નુ છીણ નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં
- 3
સાબુદાણા નાખી બે મિનિટ સુધી ઢાંકી રાખો ત્યારબાદ હલાવી તળેલા સીંગદાણા નાખો તેમા ચપટી ખાંડ લીંબુ નો રસ કોથમીર ભભરાવી ખીચડી પ્લેટ માં લઈ ને તળેલા સીંગદાણા કેળા ની સ્લાઈસ રતાળુ ના કટકા બટેટા ની વેફર ફરાળી ચેવડો ખીચડી વાળી પ્લેટ માં સજાવો ખીચડી ઉપર કોપરા નું છીણ ભભરાવી ટમેટા ની સ્લાઈસ મૂકી બાજુ માં તળેલું મરચુ મૂકી સજાવો અને પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ (3)