અમૃતસરી છોલે કૂલચા (Amrutsari Chole Kulchaa recipe in Gujrati)

અમૃતસરી છોલે કૂલચા (Amrutsari Chole Kulchaa recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને સરખા ધોઈ ૬ કલાક પલાળી રાખવાં.. પછી કૂકર માં જરૂર મુજબ પાણી અને જરાક મીઠું નાંખી ૨ નાનાં બટેટાં ને સાથે ઉમેરી બાફી લો. કૂકર ઠંડુ પડે એટલે બટેટા ની છાલ ઉતારી લેવી... અને સ્મેશર ની મદદ થી સ્મેશ કરી લેવા.. (બટેટા ઓપ્શનલ)
- 2
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, મરી, લવિંગ,તજ નો ટુકડો, સૂકા લાલ મરચાં, તાજપાન, બધું ઉમેરી તતડાવો.હવે આદું લસણ ની પેસ્ટ ઉ. પછી સાંતળો.કાંદા ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર,મીઠું, ધાણા જીરું પાઉડર, ગરમમસાલો નાખી મિક્સ કરવું.અને ઢાંકીને તેલ છુટ્ટું પડે ત્યાં સુધી મસાલા ને ગ્રેવી માં સાંતળવું...તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા બટેટા ને ઉમેરી દેવા..૨ મિનિટ પછી કાબુલી ચણા, ઉમેરી દેવા..અને મિક્સ કરી ઢાંકીને ૫ મિનિટ ચડવા દેવું..મસાલા છોલે સાથે સરખા સમરસ થાય જાય એટલે ઉતારી લીલાં કોથમીર ભભરાવી દેવા..
- 3
હવે આપણે ફૂલચાં બનાવશું.. મેંદા માં દહીં, સાકર, મીઠું, બેકિંગ પાઉડર,મોણ માટે તેલ,જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધવો..પછી ઢાંકી ને ૪૫ મિનિટ સુધી રેહવા દેવું..પછી ફરી જરાક લોટ ભભરાવી મસળી લેવું.. કૂલચાં માં ૭ પળ હોય છે..હવે આ લોટ ને વણી ને મોટો રોટલો બનાવી તેના પર બટર લગાવી તેના પર લોટ ભભરાવવું..અને ૨ બાજુથી ફોલ્ડ કરશું.. પછી જરાક પ્રેસ કરી ફરી એક વાર બટર લગાવી લોટ ભભરાવી એક વાર ફોલ્ડ કરી સરખું સીલ કરી લુઆ કટ કરી લેવાં... આટલા લોટમાં ૪ ફૂલચાં તૈયાર થશે..
- 4
હવે એક પ્લાસ્ટિક શીટ પર કુલચાં ને વણી ને તેના પર તલ ક કલોંજી અને લીલાં કોથમીર ભભરાવી પ્રેસ કરી દેવા.. અને બીજી તરફ પાણી લગાવી લેવું..જેથી કુલચ તવા માં ચીટકી રેહશે.. હવે તવો ગરમ કરી જ તરફ પાણી લગાવ્યું એ નીચે તરફ મૂકવી અને અને કૂલચાં પર બબ્લસ આવે ત્યાં સુધી શેકવું... પછી તવી ને ઊંધું કરી ગેસ પર ડાયરેક્ટ ફૂલચા ને સેખવા.. સરખી બ્રાઉન શેકાય જાય એટલે તવા ને ફરી સીધી કરી જરાક નીચે તરફ શેકવું... કુલ્ચાં તૈયાર થાય એટલે ઉતારી બટર લગાવી લેવું.. અને છોલે સાથે સર્વ કરવું..
- 5
બસ તૈયાર છે સ્વાદિષ્ટ અમૃત્તસરી છોલે કૂલચાં.. આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે જરૂર ટ્રાય કરજો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અમૃતસરી પિંડી છોલે (Amritsari Pindi Chole recipe in Gujarati)
#MW2#cookpadindia ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત એવી પરંપરાગત વાનગી એવા પિંડી છોલે, એ સિવાય પણ એટલા જ લોકો ની પસંદગી બન્યા છે. આ છોલે નો ઘાટો રંગ અને સ્વાદ ને કારણે લોકો ની પસંદ બન્યા છે. અને આ સ્વાદ અને રંગ નું કારણ તેનો ખાસ મસાલો અને તેમાં ઉમેરાતું ચા અથવા કોફી નું પાણી છે.સામાન્ય રીતે કાબુલી ચણા બાફતી વખતે ટી બેગ અથવા ચા ની ભૂકી ની પોટલી, અથવા કોફી ની પોટલી સાથે મૂકી દેવાય છે. પરંતુ મેં આ વખતે પાછળ થી ચા નું પાણી ઉમેર્યું છે.આ છોલે અમૃતસરી નાન, કુલચા અથવા ભટુરા સાથે પીરસાય છે. પણ મારા ઘરે કરારા પરાઠા અને જીરા રાઈસ સાથે ખવાય છે. Deepa Rupani -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2મિત્રો આજે મે રેસટોરનટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવ્યા છે જે બહાર મળે છે એવા જ એકદમ ટેસટી બન્યા છે છોલે માથી ભરપૂર વિટામીન મળે છે એક વાર આ રીત થી બનાવશો તો તો પછી તમારા ઘરમાં આ છોલે વારંવાર બનશે.મે જૈન છોલે બનાવ્યા છે તમે ફકત ૨ ડુંગળી ની ગે્વી એડ કરી રેગયુલર પણ બનાવી સકો છો.Apeksha Shah(Jain Recipes)
-
છોલે ચાવલ
#ટિફિન#starપંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
-
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat -
-
-
અમૃતસરી પરાઠા (Amrutsari Paratha Recipe In Gujarati)
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સછોલે અને ચીઝ નો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે ,ખૂબ જ ટેસ્ટી છે...મારું પોતાનું ક્રિએશન છે... Radhika Nirav Trivedi -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
અમૃતસરી પિંડી છોલે(Amrutsari Pindi Chhole Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 2 અમૃતસરી પિંડી છોલેછોલે બનાવવાની રીત દરેકની અલગ હોય છે એટલે મેં થોડો ફેરફાર કરીને એમાં ગ્રેવી કરવાની જગ્યાએ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલે ડુંગળી,ટામેટા ઝીણા સુધારીને સાંતળીને બનાવ્યા છે. Mital Bhavsar -
ક્રિસ્પી છોલે પાલક ટિક્કી
#સ્નેક્સક્રિસ્પી, સ્પાઇસી,આ ટ્ટિક્કી આયર્ન અને પ્રોટીન થી ભરપુર છે Nirali Dudhat -
-
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani -
-
છોલે
#ફેવરેટમૂળ પંજાબ ની વાનગી એવા છોલે ભતુરે, છોલે પુરી એ મારા ઘર માં પણ પ્રિય છે. રવિવાર અથવા રજા ના દિવસે ભોજન માં છોલે પુરી અને તળેલા પાપડ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. વળી સામાન્ય રીતે હું છોલે ડુંગળી લસણ વગર ના બનાવું છું. એ જ રીત અહીં પ્રસ્તુત કરું છું. Deepa Rupani -
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
-
-
-
-
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna
More Recipes
ટિપ્પણીઓ (2)