બટાકાની દાળઢોકળી

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ડીનર
આ બટાકાની દાળઢોકળી છે. જેને મેં બો પાસ્તા ના આકારમાં બનાવી છે જે દેખાવમાં આકર્ષક લાગે છે. ઘરમાં અવેલેબલ સામગ્રી થી સ્વાદિષ્ટ ડીનર તૈયાર કરેલ છે. ગુજરાતીઓનું આ પરંપરાગત અને પ્રિય ભોજન છે.

બટાકાની દાળઢોકળી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ડીનર
આ બટાકાની દાળઢોકળી છે. જેને મેં બો પાસ્તા ના આકારમાં બનાવી છે જે દેખાવમાં આકર્ષક લાગે છે. ઘરમાં અવેલેબલ સામગ્રી થી સ્વાદિષ્ટ ડીનર તૈયાર કરેલ છે. ગુજરાતીઓનું આ પરંપરાગત અને પ્રિય ભોજન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1મોટી સાઈઝનો બાફેલો બટાકો
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 4 મોટી ચમચીતેલ
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીરાઈ
  9. 1 ચમચીઅજમો
  10. ચપટીહિંગ
  11. 2 ચમચીલીંબુનો રસ
  12. 2 ચમચીગોળ
  13. 1વાટકો બાફેલી તુવેરની દાળ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. સાથે પીરસવા માટે ભાત

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    બટાકાને બાફીને છાલ ઉતારી મેષ કરી લેવું.

  2. 2

    ઘઉંના લોટમાં મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું અજમો અને બાફેલો બટાકો મેરી મોણ ઉમેરી ઢોકળી માટે લોટ બાંધી લેવો.

  3. 3

    બાંધેલા લોટમાંથી નાના લૂઆ કરી તેમાંથી મોટા રોટલા વણી લેવા. તેની પટ્ટીઓ કાપી આ પટ્ટીઓને બો પાસ્તા નો આકાર હાથે દબાવી ને આપવો.

  4. 4

    એક મોટા વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ અને અજમો અને હિંગ ઉમેરી દો. હવે તેમાં બાફીને વલોવેલી તુવેરની, દાળ ત્રણ ગ્લાસ જેટલું પાણી, મીઠું, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું પાવડર ઉમેરી આ પાણીને ઊકળવા દેવું. જરૂર મુજબ વધુ પાણી ઉમેરી શકાય.

  5. 5

    પાણી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલ ઢોકળી ઉમેરી દેવી. ઢોકળી ને બરાબર ચડવા જઈશું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

  6. 6

    ઢોકળી ચઢવા આવે એટલે તેમાં ગોળ ઉમેરી દેવો થોડીવાર વધુ સમય માટે ઉકળવા દેવી. ઢોકળી તૈયાર થઈ જશે એટલે નીચે બેસવા માંડશે. પછી ગેસ પરથી ઉતારી લેવું.

  7. 7

    છેલ્લે લીંબુનો રસ મિક્સ કરી લેવો. તૈયાર છે બટાકા ની દાળ ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes