દાલ ફ્રાય અને પરોઠા

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
શેર કરો

ઘટકો

  1. પરોઠા માટે સામગ્રી
  2. 1બાઉલ ઘઉં નો જીણો લોટ
  3. 2 ચમચીમોણ માટે તેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પરોઠા શેકવા માટે તેલ
  6. દાલ ફ્રાય માટે સામગ્રી
  7. 1 નાની વાટકીચણા દાળ
  8. 1 નાની વાટકીમગ છડી
  9. 1 નાની વાટકીમગ ફાડા
  10. 1 નાની વાટકીઅડદ દાળ
  11. 1 નાની વાટકીતુવેર દાળ
  12. 1મોટી ડુંગળી
  13. 2ટામેટા
  14. 1 ચમચીલસણ ની લાલ ચટણી
  15. 2લીલાં મરચાં
  16. 2સૂકાં લાલ મરચાં
  17. 1 નાની વાટકીબારીક સમારેલી કોથમીર
  18. 1તજ નો ટુકડો
  19. 2લવિંગ
  20. ૫થી ૬ મીઠાં લીમડાના પાન
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. 1 ચુટકીહિંગ
  23. 3 ચમચીતેલ
  24. 2 ચમચીકાશ્મીરી મરચું
  25. 1 ચમચીહળદર
  26. 1 ચમચીધણાજીરૂ
  27. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરોઠા બનાવવા માટે..... સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો જીણો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો

  2. 2

    હવે થોડી વાર પછી લોટ નાં ત્રિકોણ આકાર નાં પરોઠા વણતાં જાવ અને સાથે લોઢી માં તેલ મૂકી ને શેકતા જાવ

  3. 3

    બધા પરોઠા તૈયાર કરી લ્યો

  4. 4

    દાલ ફ્રાય માટે સૌ પ્રથમ બધી દાળ ને એક તપેલી માં મિક્સ કરો, એક તપેલી માં ગરમ પાણી કરી દાળ ને એક કલાક સુધી પલાળી રાખો

  5. 5

    એક કલાક પછી દાળ માં સહેજ તેલ અને મીઠું નાખી કુકર માં બાફી લ્યો..

  6. 6

    હવે ડુંગળી, ટમેટા,મરચાં,કોથમીર બધું કાપી ને રેડી કરી લ્યો,લસણ ની લાલ ચટણી,તજ,લવિંગ ને એ બધું તૈયાર રાખો.

  7. 7
  8. 8

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં તજ લવિંગ, સૂકાં લાલ મરચાં,લીમડો અને હિંગ નાખી પછી ડુંગળી અને લસણની ચટણી નાખી દો અને એક મિનિટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો અને બધાં મસાલા ઉમેરી દયો પછી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો

  9. 9

    પછી તેમાં બાફેલી દાળ ને ઉમેરો અને મસાલા સાથે બરોબર મિક્સ કરો

  10. 10

    તો તૈયાર છે સ્વાદિષ્ટ દાલ ફ્રાય અને પરોઠા...ચટણી સાથે સર્વ કરો.

  11. 11

    તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો..આ દાલ ફ્રાય અને પરોઠા ખાવાની મજા આવી જશે.... આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

ટિપ્પણીઓ

Similar Recipes