કોર્ન બિરયાની (corn biryani recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

કોર્ન બિરયાની (corn biryani recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચોખા
  2. 3 ચમચીખાંડ
  3. 1 ચમચીલાલ મરચું પાવડર
  4. 1 ચમચીકાશ્મીરી મરચું પાવડર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1 ચમચીસુધારેલી કોથમીર
  7. 1ચમચો ખારી સિંગ ફોતરા વગરની
  8. 1 મોટી ચમચીસાંભાર મસાલો
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/2 ચમચીતલ
  12. 1/2 ચમચીઆખું જીરૂ
  13. 1/2 ચમચીઅજમા
  14. 1 નંગએલચી
  15. 2કટકા તજ
  16. 3આખા લવિંગ
  17. 1 નંગબાદિયા
  18. 1તમાલપત્ર
  19. 1ચમચો મીઠા લીમડાના પાન
  20. 2કાચી કેરી
  21. 4 નંગડુંગળી
  22. 2 નંગટામેટા
  23. 3 નંગબટેટા
  24. 5 નંગતીખા મરચાં
  25. 1ચમચો તેલ
  26. 1ચમચો ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા લઈને તેને ઓસાવી લો. ત્યારબાદ લોયામાં એક ચમચો તેલ અને ૧ ચમચો ઘી મૂકીને વઘાર નો બધો જ મસાલો રાઈ, તલ,અજમા, તજ,લવિંગ,એલચી,બાદિયા, તમાલપત્ર,લીમડો,નાખી દો ત્યારબાદ પહેલા ડુંગળી અને મરચા ની સાંતળી લો પછી થોડી વારમાં તે આછી ગુલાબી થઇ જાય પછી તેમાં બટેટા નાખી દો

  2. 2

    મકાઈને પણ આપણે બાફવાની નથી પરંતુ તેના દાણા જ કાઢવાના છે અને તે પણ સાંતળવામાં જ ઉમેરવાના છે અને તે બાઉલને ઢાંકીને થોડું પાણી ઉપર નાખો જેથી ઓસની બુંદોથી શાકભાજી પણ સરખી રીતે ચડી જાય

  3. 3

    પછી તેમાં લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર, એક ચમચી મરી પાવડર, 3 ચમચી ખાંડ, 2 ચમચી લાલ મરચું પાઉડર,એક ચમચી કાશ્મીરી પાવડર,અડધી ચમચી હળદર, એક ચમચી નિમક, બધું સરખી રીતે હલાવી લો અને પછી તેમાં સુધારેલા ટમેટા,બે નંગ કાચી કેરી ખમણેલી, એક ચમચો ખારી સિંગ ફોતરા કાઢેલા, બધું સરખી રીતે હલાવી લો અને પછી રાંધેલા ભાત પણ તેમાં જ ઉમેરીને સારી રીતે પાછું હલાવો

  4. 4

    હવે લાસ્ટ માં આપણે તેમાં એક ચમચી આખી સાંભાર મસાલો એડ કરવાનો છે અને એક ચમચી સુધારેલી કોથમીર સરખી રીતે હલાવીને સર્વિસ બાઉલમાં ગરમાગરમ સર્વ કરવાનું છે આ ૫ મેમ્બર માટે પૂરતું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર
Jamnager

ટિપ્પણીઓ

Similar Recipes