બિરયાની (Biryani Recipe in Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#GA4
#WEEK16
#BIRYANI
- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️

બિરયાની (Biryani Recipe in Gujarati)

#GA4
#WEEK16
#BIRYANI
- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1 વાટકીબાસમતી ચોખા(2 કલાક પલાળેલા)
  2. 1મિડિયમ ગાજર લાંબુ સમારેલું
  3. 1વાટકો સમારેલું ફ્લાવર
  4. 2મોટી ડુંગળી લાંબી સમારેલી
  5. 3-4લીલા મરચા લાંબા સમારેલા
  6. 2બટેટા લાંબા સમારેલા
  7. 1વાટકો વટાણા
  8. 1મુઠ્ઠી ફુદીના ના પાન
  9. 1મુઠ્ઠી કોથમીર
  10. 1કટકો આદુ
  11. 3-4કળી લસણ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1 ચમચીહિંગ
  14. 2 ચમચીલાલ મરચું
  15. 3 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીહળદર
  17. 3 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીઆખા મરી
  19. 1 ચમચીલવિંગ આખા
  20. 2 ચમચીજીરૂ
  21. 2દાંડી તજ આખું
  22. 4-5આખી ઇલાયચી
  23. 2-3 ચમચીતેલ
  24. 2ચમચા ઘી
  25. 1 ચમચીકેસર ના તાંતણા
  26. 4 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં તેલ,ઘી નાખી તેમાં આખા મસાલા નાખી ડુંગળી નાખી સાંતળો. પછી તેમાં બધા શાક અને મસાલા નાખી બધું મિક્સ કરી લો. 5 થી 10 મિનિટ સુધી ચડવા દો.

  2. 2

    ત્યાર બાદ ચોખા ના માપ મુજબ પાણી નું માપ લઈ શાક માં નાખવું. પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરી હલાવી લેવું.

  3. 3

    ત્યાર બાદ તેને કુકર મા નાખી 2 સિટી વગાડી ગેસ બંધ કરી લેવો. 5-7 મિનિટ પછી કુકર ખોલી તેમાં કેસર વાળું દૂધ ઉપર રેડી દેવું અને ઢાંકી ને 8-10 મિનિટ રાખી મૂકવું.

  4. 4

    હવે કુકર માંથી બિરયાની કાઢી લઈ દહીં સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes