સ્પ્રાઉટ ચાટ  ખીચું (ચોખાના લોટનું) (sprouts chat khichu recipe in gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#goldenapron3
Week15
#ભાત (sprouts chat khichdi in gujarati recipe)

સ્પ્રાઉટ ચાટ  ખીચું (ચોખાના લોટનું) (sprouts chat khichu recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
Week15
#ભાત (sprouts chat khichdi in gujarati recipe)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપપાણી
  2. 4 ચમચીમગ, ચણા ફણગાવેલા મિકસ
  3. ૧૫થી૨૦ સીંગદાણા(૪થી ૫ કલાક પાણીમાં પલાળેલા)
  4. ૪થી૫ દાણા કાજુ (૩કલાક પાણી મા પલાળેલા)
  5. 2 ચમચીઝીણી સમારેલી કોબી
  6. 1 કપચોખાનો ઝીણો લોટ
  7. 1 ચમચીઝીણી સમારેલી લીલી ડુંગળી
  8. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  9. 1 ચમચીઝીણા સમારેલા ગાજર
  10. ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  11. ૧/૨ચમચી છીણેલુ આદુ
  12. 1નાની તીખી મરચી ઝીણી સમારેલી
  13. ૪થી૫કળી લસણ ઝીણું સમારેલું
  14. 3 ચમચીતેલ
  15. ૧/૨ ચમચી મરી પાવડર
  16. 1ડાળી લીમડો
  17. 1 ચમચીચાટ મસાલો
  18. નીમક ટેસ્ટ મુજબ
  19. સર્વિંગ માટે ચાર ચમચી નાના બાઉલમાં તેલ
  20. ૧/૨ ચમચી ઉપર છાંટવા માટે ચાટ મસાલો
  21. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  22. 1 ચમચીફણગાવેલા મગ ચણા અને કાજૂના પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર માં ચોખા ને ક્રશ કરી ચોખાનો લોટ બનાવી શકો છો ત્યારબાદ ખીચુ બનાવવા માટે બનાવવા માટે આ રીતે બધી વસ્તુઓ તૈયાર કરવી ત્યારબાદ એક જાડા તળિયાવાળા લોયા માં તેલ ગરમ મૂકો ગરમ થાય એટલે તેમાં પહેલા લીમડો લસણ મરચાના પીસ આદુનું છીણ ફણગાવેલા કઠોળ ગાજર કોબી ડુંગળી કેપ્સીકમ સીંગદાણા અને કાજૂના પીસ નાખો ધીમા તાપે સોતે કરો

  2. 2

    વેજીટેબલ બહુ સો સોફ્ટ નથી થવા દેવાનું જરા સોફ્ટ થાય એટલે તેમાં ચાટ મસાલો મરી પાઉડર નિમક મિક્સ કરવું ત્યારબાદ તેમાં પાણી નાખો જરા ઊકળવા દેવું

  3. 3

    પાણી ઊકળે એટલે તેમાં થોડો થોડો લોટ નાખતું જવાનું અને વેલણથી એક દિશામાં હલાવવું વેલણ થી હલાવવા થી તેમા ગ્ઠઠા પડતા નથી અને સ્મૂથ બને છે ત્યારબાદ ગેસ પર ધીમા તાપે લોઢી રાખી તેના પર લોયુ રાખી તેને ઢાકી ધીમા તાપે પાંચ થી સાત મિનિટ રાખો જેથી ખીચું સરસ બફાઈ જશે આ ખીચું તમે સ્ટીમરમાં પણ બાફી શકો છો

  4. 4

    ખીચું સરસ બફાઈને થઈ જાય એટલે તેને એક તેલ લગાવેલા બાઉલમાં પેલા થોડા sprout તેમજ કાજુ નાખો ત્યારબાદ તેમાં દબાવીને khichu ભરી દો ત્યારબાદ ઉપર થી અનમોલ કરો અને ખુબ જ સરસ તેનો સર્વિંગ look આવી જશે ત્યારબાદ તેના પર ચાટ મસાલો અને કોથમીર છાંટવી અને તેલ સાથે ગરમ ગરમ સર્વ કરવું ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે અને વિટામિન પ્રોટીન થી ભરેલું હોવાથી નાના મોટા સૌને પસંદ પડશે તેમજ ચાટ ટેસ્ટ આવતા હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

ટિપ્પણીઓ

Similar Recipes