રાઈસ-પોટેટો પનિયારામ (rice potato paniyaram recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ભાત
#પોસ્ટ3
પનિયારામ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે એક ખાસ પ્રકાર ના વાસણ માં બને છે. જેનાંથી આપણે સૌ માહિતગાર જ છીએ. દક્ષિણ ભારતીય પનિયારામ ચોખા - દાળ ના ખીરા થી બને પણ આપણે આપણી કલ્પનાશક્તિ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ. આમ પણ રસોડું એ ગૃહિણીઓ ની પ્રયોગશાળા જ છે ને.?
આજે મેં વધેલા ભાત અને સેવપુરી ના બચેલા બાફેલા બટેટા ના પનિયારામ બનાવ્યા છે. લેફ્ટઓવર કા મેકઓવર😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપભાત
  2. 2બાફેલા અને મસડેલાં બટેટા
  3. 1ઝીણી સુધારેલી ડુંગળી
  4. 1ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીઆમચૂર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2 ચમચીતેલ (આશરે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ને ભેળવી લો. અને લીંબુ જેવડા ગોળા બનાવી લો.

  2. 2

    પનિયારામ પાન ને તેલ થી ગ્રીસ કરી ગરમ મુકો. તેમાં એક એક ગોળા મુકો, ફરતે થોડા ટીપાં તેલ ના નાખો અને ઢાંકી ને ધીમા તાપ પર ચડવા દો.

  3. 3

    એક બાજુ થી ચડી જાય એટલે બધા પનિયારામ પલટાવી દો.

  4. 4

    બીજી બાજુ પણ ઢાંકી ને સોનેરી થાય ત્યાં સુધી ચડવા દો.

  5. 5

    સાચવી ને બધા પનિયારામ કાઢી લો અને ગરમ ગરમ ચા કોફી,ચટણી કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes