માખણ પરાઠા સાથે મકાઈ મસાલા (Corn Masala and butter Paratha Recipe In Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#મોમ

મકાઈ મસાલા મારી મોમની મારા માટે આઈકોનીક ડીશ છે જે હું એમની જોડેથી શીખીને આજે બનાવું છું.
બટર પરાઠા પણ એમની પાસેથી શીખીને બનાવું છું જે મારી લવીંગ ડીશ છે.

માખણ પરાઠા સાથે મકાઈ મસાલા (Corn Masala and butter Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ

મકાઈ મસાલા મારી મોમની મારા માટે આઈકોનીક ડીશ છે જે હું એમની જોડેથી શીખીને આજે બનાવું છું.
બટર પરાઠા પણ એમની પાસેથી શીખીને બનાવું છું જે મારી લવીંગ ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યકતી માટે
  1. 500 ગ્રામબાફેલી મકાઈ
  2. 4ટામેટા જીણા સમારેલા
  3. 2મરચા જીણા સમારેલા
  4. 1નાનો ટૂકડો આદૂનો જીણો સમારેલ
  5. 1/2ટે ચમચી રાય
  6. 1/2ટે ચમચી જીરુ
  7. ચપટીહિંગ
  8. 1ટે ચમચી લસણની ચટણી
  9. 1ટે ચમચી મરચું
  10. 1ટે ચમચી ધાણા જીરુ
  11. મીઠું જરુર મૂજબ
  12. 2ટે ચમચી સમારેલ કોથમીર
  13. 2ડુંગળી (સલાડ માટે)
  14. 4તળેલા મરચા
  15. કેરીનું અથાણું
  16. 4 કપધઉં નો લોટ(પરાઠા માટે)
  17. મીઠું જરુર મૂજબ
  18. 4ટે ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મકાઈને 15 મિનિટ બાફીને,તેના દાણા કાઢી લેવા.અડધા મકાઈના દાણા ને મેશ કરી લેવા અને અડધા આખા વાપરવા.

  2. 2

    એક કઢાઈ માં 2 ચમચા તેલ ગરમ કરવા મૂકવું,તેલ ગરમ થાય એટલે તેમા રાય,જીરુ,હિંગ,લાલ મરચા નાખી સાંતળવું.

  3. 3

    હવે લીલા મરચાના ટૂકડા,આદુના ટૂકડા નાખી સાતળવા,પછી ટામેટાના ટૂકડા નાખી સાંતળવા બધુ એકરસ સતળાય પછી લસણની ચટણી નાખી સાંતળવું.

  4. 4

    હવે ટામેટાની ગ્રેવીમાં બાફેલી મકાઈના દાણા અને મેશ કરેલી મકાઈ નાખી મીઠું,ધાણા જીરુ બધા મસાલા ઉમેરીને હલાવી થોડું પાણી ઉમેરી તેલ ઉપર આવે એ સુધી ચડવાદો.

  5. 5

    પરાઠા બનાવવા માટે ઘઉંના લોટ માં મીઠું ઉમેરી તેમા 4 ટે ચમચી તેલ નાખી પરાઠા માટે નો રોટલીથી થોડો કઠણ લોટ બાંધી તેને 15 મિનિટ રહેવા દો.પછી પરાઠા વણી તેને તેલ અથવા ઘી માં સેકી લો અને બટર સાથે પીરસો. લીલા મરચાને પણ એક કડાઈ મા તળી લો અને પીરસો.

  6. 6

    માખણ પરાઠા સાથે કોર્ન મસાલાને ડીશ સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

ટિપ્પણીઓ

Similar Recipes