પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામપનીર
  2. 3 નંગડુંગળી
  3. 3ટામેટાં
  4. 2કેપ્સીકમ
  5. 1 1/2 ચમચીસૂકાં ધાણા
  6. 2સૂકાં લાલ મરચાં
  7. 1 ચમચીજીરૂં
  8. 1/2 ચમચીમરી
  9. 3-4લવિંગ
  10. 1 ટુકડોતજ સ્ટિક
  11. 2તજ પત્તાં
  12. 4-5કળી લસણ
  13. 1 ઇંચઆદું નો ટુકડો
  14. 3 ચમચીબટર
  15. 1/2 ચમચીતેલ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 1/2 ચમચી કસુરી મેથી
  18. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  19. 1/2 ચમચીહળદર
  20. 1/2 ચમચીધાણા પાવડર
  21. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેહલા ડુંગળી અને ટામેટા ને મોટા મોટા સમારી લો. 1 ડુંગળી અને કેપ્સીકમ ને ચોરસ ટુકડા કરી લો. ડુંગળી નાં પડ છૂટાં કરી લો.

  2. 2

    બધા મસાલા તૈયાર કરી લો.

  3. 3

    હવે એક પેન માં બધા સૂકા મસાલા લઈ શેકી લો મસાલા માં થોડી મેહક આવે એટલે ગડ બંધ કરી ડિશ માં કાઢી ઠંડા કરી લો.

  4. 4

    ત્યારબાદ હવે એને એક મિક્સી જાર માં લઇ પીસી લો.

  5. 5

    હવે એજ પેન માં બટર લઈ તેમાં લસણ અને આદું નાખી થોડું શેકી લો ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરી શેકી લો.

  6. 6

    થોડાં શેકાય જાય પછી ઠંડા કરી મિક્સી માં પીસી લો.

  7. 7

    હવે એજ પેન માં ફરી થોડું બટર ઉમેરી પનીર એડ કરી એને પણ થોડું ફ્રાય કરી ડિશ માં કાઢી લો

  8. 8

    હવે એમાં ડુંગળી ટમેટા ની પેસ્ટ ઉમેરી લો પેસ્ટ ને શેકવું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે હવે એમાં સૂકા મસાલા નો પાવડર ઉમેરી લો.

  9. 9

    તેમાં કાશ્મીરી લાલ મરચું અને હળદર ઉમેરી લો હવે તેમાં કાપેલા ડુંગળી અને કેપ્સીકમ ઉમેરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો.

  10. 10

    આને ઢાંકણ ઢાંકી થવા દો. હવે એમાં પનીર ઉમેરી મિક્સ કરો સાથે કસૂરી મેથી ઉમેરી 2 મિનિટ થવા દો. તૈયાર છે પનીર બટર મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes