પનીર તવા મસાલા(Paneer Tawa Masala Recipe in Gujarati)

પનીર તવા મસાલા(Paneer Tawa Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં ટમેટા અને દુધી બે વિશલ કરી બાફી લેવુ કુકર ઠરે પછી તેમાં રહેલું પાણી કાઢી લેવું હવે ટમેટા અને દૂધીને ક્રશ કરવા ત્યારબાદ તેને ગાળી લેવું.1 ટામેટુ 1કેપ્સીકમ ૨૦૦ ગ્રામ પનીર બે ઝીણા લીલા મરચાં બધું સુધારીને તૈયાર કરો
- 2
હવે એક પેનમાં એક ચમચી બટર મૂકવું બટર ગરમ થાય ત્યાર પછી તેમાં કેપ્સિકમ અને લીલા સુધારેલા મરચા સાંતળવા (જો તમારે કાંદો નાખવું હોય તો પહેલા કાંદો એક સુધારી અને સાંતળો)ત્યારબાદ મરચા સાંતળવા ત્યારબાદ તેમાં પનીર એડ કરીને સાંતળવુ ત્યારબાદ ટમેટા એડ કરવા હવે તેમાં મીઠું એડ કરવું સરસ રીતે મિક્સ કરવું ત્યારબાદ તેમાં પલાળી ને પીસેલા 2 આખાલાલ મરચાની પેસ્ટ 1 મોટી ચમચી નાખવી થોડો પંજાબી ગરમ મસાલો એડ કરવો અને બધું બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં થોડી કોથમીર એડ કરવી અને ગેસ બંધ કરવો અને એક બાજુ રાખવુ
- 3
ગ્રેવી બનાવવા માટે કડાઈમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા ઉમેરો ત્રણ મરી એક લવિંગ એક તજ અને એક ચક્રી ફુલ તેલ મસાલા સાંતળી લેવા જો તમને પસંદ હોય તો મસાલા રહેવા દેવા નહીંતર ખડા મસાલા કાઢી લેવા ત્યારબાદ તેલમાં થોડું જીરું એક આખું લાલ મરચું અડધી ચમચી હળદર અને ત્રણ-ચાર લીલા સમારેલા મરચા એડ કરવા તેમાં ખમણેલું આદુ એડ કરવું (જો તમારે કાંદા લસણ નો ઉપયોગ કરવો હોય તો મરચા સાંતળ્યા પછી લસણની પેસ્ટ નાખવી લસણની પેસ્ટ સતળાઈ ગયા પછી બે મીડિયમ સાઇઝના કાંદા જીણા સમારીને સાંતળવા)
- 4
હવે તેમાં બનાવેલી ટામેટાંની પ્યૂરી એડ કરવી હવે ટમેટાની પ્યુરી માં બધા મસાલા એડ કરવા 1 ચમચી ધાણાજીરૂ 2 ચમચી લાલ કાશ્મીરી મરચું અને 1 ચમચી પંજાબક ગરમ મસાલો ત્યારબાદ બધું સરખી રીતે મિક્સ કરવું હવે એને ઢાંકણ ઢાંકીને મીડીયમ ફલેમ પર ચડવા દેવું સાતથી આઠ મિનિટ પછી ગ્રેવીને એક વાર હલાવી લો ફરીથી એને ઢાંકીને ચઢવા દેવાનું છે અને દર ચાર પાંચ મિનિટે એક વાર હલાવતા રહેવું 12 થી 15 મિનિટ પછી તેમાં પા કપ દૂધ ઉમેરવું અને બરાબર મિક્સ કરવું ટામેટા બરાબર ચડી જાય અને તેલ છૂટું પડી જાય પછી દૂધ એડ કરવું
- 5
ફરીવાર ગ્રેવીને હલાવી તેમાં બે ચમચી મલાઈ નાંખવી મલાઈ એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ ફરી થી ઢાંકી ને ચડવા દેવું ગ્રેવી લગભગ ૨૨ થી ૨૫ મીનીટ સુધી ચડી જાય ત્યારબાદ તેમાં કસુરી મેથી હાથથી મસળી નાખો હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવું ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર અને એક ચમચી કિચન કિંગ મસાલો નાખવો અને બધું બરાબર મિક્સ કરવું
- 6
ફરી પાંચ મિનિટ ઢાંકીને ચડવા દેવું ત્યારબાદ તેમાં સાંતળેલા વેજિટેબલ્સ અને પનીર એડ કરવા અને બધું બરાબર મિક્સ કરવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ તેમાં ૫૦ ગ્રામ પનીર ખમણી ને નાખવુ બધુ મિકસ કરવુ
- 7
તૈયાર થયેલ સબ્જી ને એક પ્લેટ મા કાઢવી
- 8
ગાર્નીશ કરી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તવા પનીર ટીકા મસાલા(tawa paneer tikka masala recipe in Gujarati)
#trend2તવા પનીર ને તવા પર બનાવવામાં આવે છે.(તવા ના હોય તો પેન માં પણ બનાવી શકાય.)જેવી રીતે પાવભાજી બનાવવામાં આવે છે તે રીતે તવા પનીર બનાવવામાં આવે છે. તેની સાથે tandoori roti સવૅ કરવામાં આવે છે.પરંતુ મેં ચપાતી બનાવી છે. Hetal Vithlani -
*પનીર તવા મસાલા*
પનીર હેલ્દી હોવાથી તેનો ઉપયોગ કરવો જ જોઇએ.તેનાથી પૂરતું પૃોટીન મળીરહે છે.#પંજાબી રેસિપિ# Rajni Sanghavi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
પનીર કાજુ મસાલા (Paneer Kaju Masala Recipe in Gujarati)
#GA4#week6કાજુ બટર મસાલા બધા બનાવતા જ હોય છે.પણ આજે મે તેમા પનીર એડ કરયુ છે.. જે તેના સ્વાદ મા વધારો કરશે.. Krupa -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
-
તવા પનીર મસાલા (Tawa Paneer Masala Recipe in Gujarati)
#Fam પનીર નાનાં - મોટા સહુને ભાવતું હોય છે. પનીર માં પ્રોટીન્સ સારા પ્રમાણ માં હોય છે. Asha Galiyal -
-
-
-
-
-
-
-
-
-
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
પોટેટો ટીક્કા મસાલા
આજે આવા લોક ડાઉંન જેવા સમય ગાળા મા બહાર તો જવાઈ નહિ..જે ઘર માં વસ્તુ હૉઈ તેના થી લંચ બનાવવા નું હતુ.એમા ઍ વળી છોકરાઓ કહે મમ્મી આજે પનીર ટિકા મસાલા બનાવો.પનીર તો ઘર મા હતુ નહિ.તો મેં આજે બટેટા ને પનીર બનાવી દીધુ.😄અને બટેટા ટિકકા મસાલા બનાવી દીધુ.છોકરાઓ તો શુ મોટા પણ આંગળા ચાટતા રહી ગ્યા.તમે પણ આ રેસેપિ ટ્રાઈ કર જો.#માઇલંચ Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (2)