ભરેલા કારેલાનું શાક

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

કારેલાનું નામ પડતાં જ એક જ જવાબ મળે કે ના. કારણકે તેનો સ્વાદ કડવો હોય છે અને આંખો ને પણ ગમતા નથી. પણ કરેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કારણકે એમાં બધા જરૂરી વિટામિન અને એન્ટી ઓકિ્સડેટસ હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આજે કારેલાને વધારે ટેસ્ટી બનાવવાની ટ્રાય કરી છે. તમને આ રેસિપી જરૂર ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિને
  1. ૩-૪ નંગ કરેલા
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ગાંઠિયાનો ભુક્કો
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૩ ચમચીગોળ
  8. ૨-૩ ચમચી તેલ
  9. જીરું
  10. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કરેલા ને પાણીથી ધોય ને છાલ ઉતરી લો.હવે તેને કટ કરીને તેમાં મીઠું ભરીને ૧૦ મિનિટ એમ જ રહેવા દો.

  2. 2

    હવે એક કૂકર માં આ મીઠું ભરેલા કારેલાને બાફી લો.

  3. 3

    હવે મસાલો રેડી કરવા માટે એક બાઉલમાં ગાંઠિયાનો ભુક્કો, બધા મસાલા, ગોળ અને થોડું તેલ નાખીને મિક્સ કરો

  4. 4

    હવે બાફેલા કારેલામાં આ મસાલો ભરી દો.

  5. 5

    એક તપેલીમાં તેલ મૂકીને તેમાં તેલ નાખો. તેલ આવી જઈ પછી જીરું અને હિંગ નાખો. હવે તેમાં મસાલો ભરેલા કરેલા નાખીને ૨ મિનિટ ચડવા દો. તો તૈયાર છે ભરેલા કરેલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes