ગારલીક મશરૂમ ગ્રેવી(Garlic mushroom gravy recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#goldenapron3
# week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ નંગમશરૂમ
  2. ૧ ચમચીસોયા સોસ
  3. ૧ ચમચીચીલી સોસ
  4. ૧/૨ ચમચીવિનેગાર
  5. ૧/૨ ચમચીખાંડ
  6. ૧ ચમચીટોમેટો કેચઅપ
  7. ૧ ચમચીકોર્ન ફ્લોર
  8. ૧/૨ નંગગ્રીનકેપ્સીકમ
  9. ૧/૨ નંગયલો કેપ્સીકમ
  10. ડુંગળી
  11. ગાજર
  12. ૧/૨ ચમચીમરી પાઉડર
  13. ૧ ચમચીબારીક સમારેલા લસણ નાં ટુકડાં
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મશરૂમ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી લ્યો, શાકભાજી કાપી લ્યો,

  2. 2

    હવે એક પેનમાં ૨ ચમચી તેલ નાખો,તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નાં ટુકડાં નાંખો,

  3. 3

    થોડીવાર સુધી સાંતળો પછી તેમાં બધાં શાકભાજી નાં ટુકડાંપેન માં ઉમેરો,

  4. 4

    પછી તેમાં મશરૂમ નાખો અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર નાખો,

  5. 5

    ત્યારબાદ તેમાં બધાં સોસ અને ખાંડ નાખી દો,

  6. 6

    એક મિનિટ સુધી કુક કરો અને જેટલી ગ્રેવી કરવી હોય તે રીતે તેમાં પાણી ઉમેરો,

  7. 7

    એક વાટકી માં કોર્ન ફ્લોર લઈ તેમાં ૨ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરો,

  8. 8

    તે મિક્સ કરી પેન માં ઉમેરો અને ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પાકવા દયો,બધું એકદમ સરસ થાય એટલે એક બાઉલ માં કાઢી લો અને સર્વ કરો,

  9. 9

    તો તૈયાર છે પ્રોટીન થી ભરપૂર આ વાનગી.

  10. 10

    તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ મજા આવશે....આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

Similar Recipes