કાજુ કતરી (kaju katri recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકાજુ
  2. 1/2 વાટકીખાંડ
  3. એનાથી અડધું પાણી
  4. 2 ચમચીધી
  5. બટર પેપર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કાજુ થોડા ધીમી આંચે સેકી લઇ. જેથી તે કરકરા બને. કલર ચેન્જ ન થવો જોઈએ. હવે તેને મીકસર માં ધીમે ધીમે ગ્રાઈન્ડ કરશું. કાજુ નુ તેલ બાર ન આવે તેમ.

  2. 2

    તે પીસેલા કાજુ ને ચાળી લેશુ.

  3. 3

    હવે અડધી વાટકી ખાંડ લઇ, આનાથી અડધું પાણી લઇ કડાઈ માં ગરમ કરો. યાદ રાખો આપણે ખાંડ ને ફક્ત ને ફક્ત ઓગાળવા ની જ છે, નઈ કે ચાસણી લેવાની. ખાંડ ઓગાળવા માટે જ આ પ્રોસેસ છે.

  4. 4

    હવે તે ગરમ થયેલા પાણી માં જ આપણે પીસેલા કાજુ નો ભૂકો ઉમેરવા નો છે. એકદમ હલાવી લેશુ.હવે કડાઈ માં કાજુ નો ભૂકો શરૂઆત માં ચોંટશે, ધીમી આંચે હલાવતા રેસુ, અને તે કડાઈ છોડી ન દે ત્યાં સુધી હલાવીએ.

  5. 5

    હવે તેમાં થી આપણે હાથ વડે ગોળી બનાવી ને ચેક કરી લેશુ. જો ગોળી બની જાય તો કાજુ કતરી ને બટર પેપર ઉપર ઢાળી દઈ તેને હળવે હાથે વેલણ વડે વણી લેશુ. અહીં એક સાદા પેઈજ માંથી જ મેં ઘી લગાવી બટર પેપર જાતે જ તૈયાર કરેલું છે.

  6. 6

    હવે કટર વડે તેના આડા અને ક્રોસ માં કટકા કરી લઇ. એક ખાસ વાત અહીં મેં ચાંદી ના વરખ નો ઉપયોગ નથી કર્યો, કેમકે તે એક કેમિકલ માંથી જ બનાવેલું હોઈ છે અને તે આપણા સ્વાસ્થય માટે હાનિકારક છે જો શક્ય હોઈ તો આ કોરોના જેવી મહામારી ના સમય માં કોઈ કેમિકલ યુક્ત વસ્તુ વાપરવા નુ ટાળસુ.

  7. 7

    તો તૈયાર છે આપણી કાજુ કતરી. જમવા માં અથવા જમ્યા પછી સ્વીટ માં ઘરની બનાવેલી કાજુ કતરી ને સર્વ કરો.

  8. 8

    Hi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes