બેબી સ્પ્રિંગ સમોસા (Baby Spring Samosa Recipe In Gujarati)

#આલુ
અત્યારે આલુ કોન્ટેસ્ટ ચાલુ છે, તો મેં આલુ સમોસા બનાવ્યા છે પણ અલગ ટાઇપ ના બનાવ્યા છે. જેનો દેખાવ જોઈને ખાવાનું મન થઈ જાય. આ સમોસા ને આપણે ચારથી પાંચ દિવસ સુધી ડબ્બામાં પેક કરીને રાખી શકીએ છીએ, ખાઈ શકે છે .આ સમોસામાં કટલેસ નો ટેસ્ટ પણ છે.સમોસા નો ટેસ્ટ પણ છે અને crunchy ટેસ્ટ પણ છે.
બેબી સ્પ્રિંગ સમોસા (Baby Spring Samosa Recipe In Gujarati)
#આલુ
અત્યારે આલુ કોન્ટેસ્ટ ચાલુ છે, તો મેં આલુ સમોસા બનાવ્યા છે પણ અલગ ટાઇપ ના બનાવ્યા છે. જેનો દેખાવ જોઈને ખાવાનું મન થઈ જાય. આ સમોસા ને આપણે ચારથી પાંચ દિવસ સુધી ડબ્બામાં પેક કરીને રાખી શકીએ છીએ, ખાઈ શકે છે .આ સમોસામાં કટલેસ નો ટેસ્ટ પણ છે.સમોસા નો ટેસ્ટ પણ છે અને crunchy ટેસ્ટ પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તો ફ્રેન્ડ આપણે બેબી સ્પ્રિંગ સમોસા બનાવવાનું શરૂ કરીશું. તો સૌપ્રથમ સમોસા નો લોટ બાંધી લેશું.સૌપ્રથમ એક કાથરોટમાં મેંદો લો, એની અંદર હાથેથી મસળીને અજમા નાખો. તેલ અથવા તો ઘી નાખી, બધું મિક્સ કરો ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધો.
- 2
લોટ બહુ નરમ ન હોવો જોઈએ કે નહિ બહુ કઠણ હોવો જોઈએ.હવે પંદરથી વીસ મિનિટ બાંધેલા લોટને એક બાજુ ઢાંકીને રાખી દો.
- 3
હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું.તો એના માટે સૌથી પહેલા બટેટાને બાફી લેવા, ત્યારબાદ બાફેલા બટેટાની છાલ ઉતારી ને એનો માવો બનાવો.
- 4
હવે એક વાસણ લઈ તેની અંદર બટેટાનો માવો,ઝીણા કાપેલા લીલા મરચાં, ઝીણી સુધારેલી કોથમીર, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો,ઝીણી સુધારેલી ડુંગળી અને ચોખાનો લોટ બધું જ નાખી સ્ટફિંગ તૈયાર કરો.
- 5
હવે તૈયાર કરેલા સ્ટફિંગ માંથી સિલેન્ડર ટાઈપના નાના નાના રોલ વાળી લો. બધા જ રોલ વળી જાય એટલે એક ડીશમાં રાખી દો.
- 6
હવે બાંધેલા લોટને એકદમ મસળી લો અને તેમાંથી લુઆ વાળો. હવે લુવા માંથી મોટી રોટલી બનાવી લો. રોટલીના ચાર ભાગ કરો, ચોથા ભાગના ત્રિકોણમાં ક્રોસમાં ત્રણ ત્રણ કાપા પાડો. અને એની વચ્ચે તૈયાર કરેલો રોલ રાખો અને ક્રોસમાં પેક કરો.
- 7
બધા સમોસા આવી જ રીતે તૈયાર કરો. હવે ગેસ પર કડાઇમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ધીમી આચે બધા બેબી સ્પ્રિંગ સમોસા તળી લો.
- 8
હવે તળાઈ ગયેલા સમોસા ને એક ટીશ્યુ પેપર પર રાખી એક્સ્ટ્રા તેલ નીકળી જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં ટોમેટો કેચપ સાથે બેબી સ્પ્રિંગ સમોસાની સર્વ કરો.આ સમોસા દેખાવ માં એટલા સરસ છે કે જોઈને ફટાફટ ખાવાનું મન થઈ જાય, અને કોઈ નાનું બેબી ટોવેલમાં વીટાઈને સૂતું હોય એવું લાગે, માટે જ મેં બેબી સ્પ્રિંગ સમોસા નામ આપ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ રીંગ સમોસા (Aloo Ring Samosa Recipe in Gujarati)
#આલુસમોસા તો ઘણી રીતે બને છે આજે મેં રીંગ સમોસા બનાવ્યા મારા દીકરાને ખૂબ ભાવે છે. રીંગ સમોસા સવારે નાસ્તામાં પણ લઇ શકાય છે અને સાંજે ડીનરમાં પણ લઈ શકાય છે. Kiran Solanki -
સ્પ્રિંગ સમોસા (Spring Samosa Recipe In Gujarati)
સમોસા તો ઘણા પ્રકાર ના હોય છે એમાંથી મે આજે સ્પ્રિંગ સમોસા બનાવ્યા છે જે બહુજ સરસ બન્યા છે Deepika Jagetiya -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)
#rotisહેલો મિત્રો આજે મેં લેફ્ટ ઓવર રોટી માંથી ચીઝ રોટી સમોસા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આમાં તેલનું બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે જે હેલ્થ કોન્શિયસ હોય છે તેના માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે અને અને ચા અથવા સોસ જોડે ખુબ જ સરસ લાગે છે તમે પણ આ એક વાર જરૂર ટ્રાય કરો જોPayal
-
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે. Khilana Gudhka -
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
-
સમોસા
#ઇબુક૧#૧૬ સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની જરૂર જ નથી. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. Chhaya Panchal -
બિહારી સમોસા (bihari samosa recipe in gujarati)
બિહાર માં સમોસા ને સિંઘાડા કહે છે.તે ગુજરાતી કરતા થોડાં અલગ રીતે બને છે.તેઓ તેમાં તળેલી શીંગ નાખે છે તેમજ પંચ કોરણ( પાંચ મસાલા જીરું, વરિયાળી,કલોનજી, અજમો,મરી)નો ઉપયોગ બીજા રૂટિન મસાલા સાથે કરે છે.# ઈસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)
તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે. Reena parikh -
મીક્સ વેજ સમોસા(Mix veg samosa recipe in Gujarati)
#MW3#fried#samosaઅત્યારે પુષ્કળ શાકભાજી આવે છે તો મે મીક્સ શાકભાજી લઈ તેના સમોસા બનાવ્યા છે અને એ પણ ઘઉં નો લોટ લઈ ને એટલે હેલ્થી પણ ખરા Bhavna Odedra -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
ફૂદિના ફ્લેવર સમોસા (Mint flavoured samosa recipe in Gujarati)
#સમર#મોમ મે મારા દિકરા ને અતિ પ્રિય સમોસા બનાવ્યા છે તેમણે ખુબજ ભાવે છે Vandna bosamiya -
રોટલી સમોસા (Roti samosa recipe in Gujarati)
રોટલી સમાચાર મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલ બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21.. સમોસા લગભગ બધા ને જ ભાવતી વાનગી છે... એમાં પણ શિયાળા ની કડકડતી ઠંડી મ તો સમોસા મળી જાય તો બીજું સુ જોયે.... તો ચાલો ફ્રેશ વટાણા માંથી બનાવેલા સમોસા માણવા... Taru Makhecha -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (6)