ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રસા માટે
  2. 3 કપછાશ
  3. 2 કપપાણી
  4. 1 ચમચીલીલા મરચા આદુ ની પેસ્ટ
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. મુઠીયા માટે
  8. 3ચમચા ચણાનો લોટ
  9. 1 કપરાધેલો ભાત
  10. 1ચમચો ઘઉં નો કરકરો લોટ
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીહળદર પાઉડર
  13. 1 ચમચીધાણાજીરું પાઉડર
  14. 1/4 ચમચીગરમ મસાલો પાઉડર
  15. 1 ચમચીઇનો સોડા /ખાવા ના સોડા
  16. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  17. જરૂર મુજબ મીઠું
  18. જરૂર મુજબ પાણી
  19. વઘાર માટે
  20. 2ચમચીતેલ
  21. 1 ચમચીજીરું
  22. 1/4 ચમચીહિંગ
  23. 5-6મીઠા લીમડા ના પાન
  24. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં છાશ,પાણી મિક્સ કરી મીઠું,હળદર, લીલા મરચા-આદુ ની પેસ્ટ મીક્સ કરી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી ધીમી આંચ પર મિશ્રણ વાળી તપેલી મૂકો. અને બરાબર ઉકળવા દો.

  3. 3

    હવે એક બાઉલમાં ચણા નો લોટ, ઘઉં નો લોટ લો. આદુ મરચા લસણ ની પેસ્ટ, હળદર પાઉડર, મરચું પાઉડર, ગરમ મસાલા પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું, ભાત, ઇનો ઉમેરી મીક્સ કરો. અને જરૂરી પાણી થી લોટ બાંધી લો. અને તેના નાના નાના મુઠીયા બનાવો.

  4. 4

    હવે ગેસ પર ઉકળવા મૂકેલ પૅનમાં મૂઠ્ઠીયા ઉમેરી લો. 10 મિનિટ ઢાંકી ને મુઠીયા ને
    બફાવવ દો. મુઠીયા બફાઈ જાય ત્યાં સુધી વઘાર તૈયાર કરો.

  5. 5

    હવે વાટકા મા 2ચમચી તેલ લો.તેમાં જીરું,લીમડો ઉમેરો. વઘાર થાય એટલે ગેસ બંધ કરી લો.

  6. 6

    હવે વઘાર ને મુઠીયા માં નાખીને મીક્સ કરી લો. 2 મિનિટ ઉકળવા દો. પછી ગેસ બંધ કરી લો

  7. 7

    તૈયાર છે રસીયા મુઠીયા...કોથમીર ઉમેરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes