કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા(kesar keri and paka kela na bhajiya in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વિકમીલ૩
મરા ફેમિલી ને કેળા ના ભજીયા બહુ ભાવે. આજે કેળા ના ભજીયા બનાવવતી વખતે યાદ આવુ આંબા નાં ભજીયા પણ સ્વાદિષ્ટ બને છે ..સોનલ મોદી/ English Recipes Author ની રેસીપી વાંચેલું..તો વિચાર આવ્યો એના પણ ભજીયા બનાવવા માટે.
અને કેસર કેરી પણ હતી.. એટલે બનાવ્યા કેસર કેરી નાં ભજીયા.

કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા(kesar keri and paka kela na bhajiya in Gujarati)

#વિકમીલ૩
મરા ફેમિલી ને કેળા ના ભજીયા બહુ ભાવે. આજે કેળા ના ભજીયા બનાવવતી વખતે યાદ આવુ આંબા નાં ભજીયા પણ સ્વાદિષ્ટ બને છે ..સોનલ મોદી/ English Recipes Author ની રેસીપી વાંચેલું..તો વિચાર આવ્યો એના પણ ભજીયા બનાવવા માટે.
અને કેસર કેરી પણ હતી.. એટલે બનાવ્યા કેસર કેરી નાં ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાકાં કેળા
  2. કેસર કેરી
  3. ભજીયા ના ખીરું માટે:
  4. ભરેલું કપ બેસન
  5. ૨ ટેબલ સ્પૂનચોખા નું લોટ
  6. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ તળવા માટે
  10. કોથમીર ની ચટણી સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિશ્રણ બોઉલ માં બેસન, ચોખા નું લોટ, લાલ મરચું પાઉડર,મીઠું, હીંગ નાખી ને મિક્સ કરી ને પાણી ઉમેરી ને ભજીયા નું સાધારણ ઘટ્ટ ખીરું તૈયાર કરવું.

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. પાકા કેળા ની છાલ ઉતારી લાંબી સ્લાઈસ માં સમારો. બેસન ના ખીરા માં બોળી ને ગરમ તેલમાં મા નાખી ને મધ્યમ તાપે કડક ગુલાબી રંગ ના તળવા.

  3. 3

    કેસર કેરી ની છાલ ઉતારી ને લાંબી સ્લાઈસ માં સમારો અને બેસન ના ખીરા માં બોળી ને ગરમ તેલમાં નાખી ને મધ્યમ તાપે કડક ગુલાબી રંગ ના ભજીયા તળી લો.

  4. 4

    સ્વાદિષ્ટ કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા કોથમીર ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes