ફરાળી દાબેલી(farali dabeli recipe in Gujarati)

milan bhatt
milan bhatt @Bhavna
શેર કરો

ઘટકો

  1. 1 કપસામ્બો (મોરયો)
  2. 1/2 કપસાબુદાણા
  3. 1પેકેટ ઇનો
  4. 5-6લીલા મરચા
  5. 1વાટકો કોથમીર
  6. 6-7બાફેલા બટેટા
  7. 1/2 ચમચીજીરું
  8. 1/2ચટણી જો ઉપવાસ માં ખાતા હોય તો
  9. 1/2 ટુકડોઆદુ
  10. મીઠું સ્વાદપ્રમાણે
  11. 1/2 ચમચીખાંડ
  12. 1લીંબુ નો રસ
  13. થોડામાંડવી ના દાણા
  14. 3-4 ચમચીઘી અથવા તેલ
  15. ફરાળી ચેવડો જરૂર પ્રમાણે અને સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કપ સામ્બો અને અડધા કપ સાબુદાણા ને મિક્સર માં નાખી ને દળી લેવું. એનો લોટ તૈયાર કરવો.

  2. 2

    ત્યારબાદ તેમાં થોડું ખાટું એવું 1/2 કપ દહીં, 1 કપ પાણી અથવા જરૂર પ્રમાણે પાણી એડ કરવું, તેમાં મીઠું નાખી એક વખત બેટર બનાવી લેવું. બહુ થિંક નથી રાખવાનું.

  3. 3

    ત્યારબાદ એક વાસણ માં અથવા પેન માં ઘીમાં ગેસ ઉપર પાણી ગરમ મૂકવું ઉપર કાઠો અને ડીશ મુકવી. ત્યારબાદ બેટર માં ઇનો ફ્રૂટસૉલ્ટ ઉમેરી એકદમ હલાવી ને નાના વાટકા કે વાટકી માં તેલ લગાવી આ બેટર તેમાં ભરી ને સ્ટીમ કરવા મૂકવું. આમાં થી 6 પાઉં (ઢોકળા) બનશે.

  4. 4

    પાઉં સ્ટીમ થઇ જાય બાદ ઠંડા થવા દેવા. પાઉં ઠંડા થાય ત્યાં સુધી એક પેન માં ઘી અથવા તેલ લઇ તેમાં જીરું, જીણા સુધારેલા મરચા, લીમડો, ખમણેલું આદુ બધું નાખી ને બરાબર સાંતળી લેવું. ત્યારપછી બાફેલા અને મેસ કરેલા બટેટા ને તેમાં નાખી ને તેમાં મીઠું, ખાંડ અને થોડી લાલ ચટણી અને લીંબુ નો રસ ઉમેરી તેને બરાબર હલાવી ને ઠંડુ કરવા મૂકવું.

  5. 5

    લીલી ચટણી માટે એક મિક્સર જાર માં કોથમીર, મરચા, માંડવીના દાણા, ખાંડ, મીઠું બધું નાખી ને ચટણી બનાવી લેવી.

  6. 6

    ત્યારબાદ પાઉં ઠંડા થઇ ગયા હોય તો એને વચ્ચે થી કાપીને બંને બાજુ લીલી ચટણી ચોપડવી ત્યારબાદ તૈયાર કરેલા મસાલા ની ગોળ ટીકી જેવું બનાવી ને એક પાઉં ઉપર મૂકવું ઉપર થોડો ફરાળી ચેવડો અથવા મસાલા દાણા મુકવા પાછો બીજો ચટણી વાળો ભાગ ઉપર મૂકી સરખું બદાવી ને લોઢી ઉપર ઘી અથવા તેલ મૂકી ફરાળી દાબેલી ને બંને બાજુ સેકી લેવી. નીચે ઉતારી ને એક ડીશ માં ચેવડો લઇ ને દાબેલી ને ફરતે જ્યાં બટેટા નો માવો હોય ત્યાં બહાર ગોળ ફેરવી સાઈડ માં ચોંટાડી દેવો. આમ બધા પાઉં તૈયાર કરવા.

  7. 7

    બધા પાઉં તૈયાર થઇ જાય એટલે એક ડીશ માં લઇ તેમાં ઉપર ફરાળી ચેવડો અને ચટણી મૂકી ને સર્વ કરવું. તો તૈયાર છે શ્રાવણ મહિના માં અને ઉપવાસ માં લઇ શકાય એવી 'ફરાળીદાબેલી'

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
milan bhatt
milan bhatt @Bhavna
પર

Similar Recipes