ફરાળી દાબેલી

Ila Naik
Ila Naik @cook_20451370
શેર કરો

ઘટકો

  1. ખીરું બનાવવા માટે
  2. 1 કપમોરૈયો
  3. 1/4 કપસાબુદાણા
  4. 1/2 કપદહીં
  5. 1 કપપાણી
  6. 1 ટી સ્પૂનસિંધવ મીઠું
  7. 1 નાની ચમચીતેલ
  8. 1ભુરુ પેકેટ ઈનો
  9. સ્ટફીગ માટે
  10. 2 ચમચીઘી
  11. 4-5મીઠા લીમડાનાં પાન
  12. 1/2 ચમચીઆખું જીરું
  13. 1 ચમચીકાજુ ના ટુકડા
  14. 1 ચમચીલાલ દરાક
  15. 1 ચમચીશેકેલા સીંગદાણા
  16. 2 નંગબાફેલા બટાકા
  17. 1 ટી સ્પૂનમરી પાઉડર
  18. 1 ટેબલ સ્પૂનખાંડ
  19. 1 ટી સ્પૂનસિંધવ મીઠું
  20. 1લીંબુ નો રસ
  21. 2 ચમચીદાડમના દાણા
  22. 2 ચમચીકોપરાનું ખમણ
  23. 2 ચમચીકોથમીર
  24. ચટણી માટે
  25. 1 કપકોથમીર
  26. 2 નંગલીલા મરચાં
  27. 1આદુ નો ટુકડો
  28. 1 ટી સ્પૂનસીંગદાણા
  29. 1/2 ટી સ્પૂનજીરું
  30. 1/2 ચમચીખાંડ
  31. 1/2 ચમચીલીંબુનો રસ
  32. 1/2 ચમચીસિંધવ મીઠું
  33. 1પેકેટ ફરાળી ચેવડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મીકસર જાર માં મોરૈયો અને સાબુદાણા ને પીસી લેવું પાઉડર જેવું પીસવુ.બાઉલ મા કાઢી તેમાં દહીં ઉમેરી પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરવું. તેમાં સિંધવ મીઠું અને તેલ ઉમેરી ઈનો નાંખી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ નાની વાટકી લઈ તેને તેલ થી ગીસ કરી તેમાં ખીરું ઉમેરવું સ્ટીમર માં પાણી ગરમ કરવા મુકવું તેમાં ખીરું ભરેલી વાટકી મુકવી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી થવા દેવું. ટુકપીક ની મદદથી જોઈ લેવું. ટુકપીક પર ખીરું લાગે નહીં તો થઈ ગઈ.

  3. 3

    ત્યારબાદ પેનમાં ઘી મુકી તેમાં મીઠા લીમડાનાં પાન, જીરું, આદુ ની પેસ્ટ, મરચાં ની પેસ્ટ, કાજુ ના ટુકડા, લાલ દરાક ઉમેરી મિક્સ કરી સાતડી લેવું. સંતડાય જાય એટલે તેમાં બાફેલા બટાકાને મેશર થી મેશ કરી ઉમેરવું. તેમાં સિંધવ મીઠું, મરી પાઉડર, લીંબુ નો રસ, ખાંડ અને કોથમીર ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ તેમાં દાડમના દાણા ઉમેરી મિક્સ કરી બાઉલમાં કાઢી લેવું. હળવા હાથે દબાવી લેવું પછી ઉપર સીંગદાણા, નાળિયેર નું ખમણ અને કોથમીર નાંખી દબાવી દેવું.

  5. 5

    ત્યારબાદ મીકસર જાર માં કોથમીર, મરચાં, આદુ નો ટુકડો, સીંગદાણા,સિંધવ મીઠું,જીરું, ખાંડ,લીંબુ નો રસ અને પાણી ઉમેરી ચટણી તૈયાર કરવી. ત્યારબાદ દાબેલી ઠંડા થયેલા પાઉં ને ચપ્પુથી મદદથી કાઢી લેવા.

  6. 6

    ત્યારબાદ પાઉં ના વચ્ચે થી એકસરખા બે ભાગ કરવા બંને પાઉં ઉપર ચટણી લગાવી દાબેલી નું સ્ટફીગ મુકી હળવા હાથે દબાવી લેવું. ચટણી લગાવેલો બીજો ભાગ ઉપર મુકી દબાવી પેનમાં તેલ મુકી દાબેલી ને બંને બાજુ ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું. ડીશમાં કાઢી ફરાળી ચેવડો દાબેલી ની ફરતે લગાવી ગરમ ગરમ સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes