પેઠા પાન બોલ્સ(petha paan balls recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#માઇઇબુક

પેઠા એટલે અંગ્રેજીમાં વિન્ટરમેલન નામે ઓળખાતું વેજીટેબલ. આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ઉપયોગી એવી આ વેજીટેબલ ને હિંદીમાં પેઠા કે ભટુવા તો મરાઠીમાં કોહલા તરીકે ઓળખવામાં છે. લોકો તેનો ઉપયોગ પુજા માટે વધુ કરે છે. તેમાંથી બધાના મનગમતા પેઠા નામની મિઠાઈ પણ બને છે. આજે બનાવીએ પેઠાની ઓછી ગળાશ વાળી એક અલગ જ મિઠાઈ જે ડાયાબિટીશ વધરાવતા લોકો પણ ખાઈ શકશે.

પેઠા પાન બોલ્સ(petha paan balls recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક

પેઠા એટલે અંગ્રેજીમાં વિન્ટરમેલન નામે ઓળખાતું વેજીટેબલ. આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ઉપયોગી એવી આ વેજીટેબલ ને હિંદીમાં પેઠા કે ભટુવા તો મરાઠીમાં કોહલા તરીકે ઓળખવામાં છે. લોકો તેનો ઉપયોગ પુજા માટે વધુ કરે છે. તેમાંથી બધાના મનગમતા પેઠા નામની મિઠાઈ પણ બને છે. આજે બનાવીએ પેઠાની ઓછી ગળાશ વાળી એક અલગ જ મિઠાઈ જે ડાયાબિટીશ વધરાવતા લોકો પણ ખાઈ શકશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કિલોપેઠા
  2. 125 ગ્રામસાકર
  3. ખાવા નો લીલો રંગ (પાઉડર)
  4. 10-15નાગરવેલના પાન
  5. ટુટી ફ્રુટી જરૂર મુજબ
  6. 1/2ટેબલસ્પુન સિલોની ખમણ (સુકા કોપરાનું ખમણ)
  7. વરિયાળી પાઉડર જરૂર મુજબ
  8. મીન્ટની સિલ્વર ગોળીનો બારીક ભુકો જરૂર મુજબ (ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેઠાની છાલ અને બીનો ભાગ કાઢી નાખો. જાડી ખમણી વડે છીણ કરો.

  2. 2

    કઢાઈમાં છીણ (પેઠાના પાણી સાથે) અને સાકર મિક્સ કરી ધીમા તાપે સાકર ઓગળે ત્યાં સુધી છીણને હળવા હાથે થોડી થોડી વારે હલાવો.

  3. 3

    છીણમાંથી પાણી છુટે અને સાકર ઓગળી જાય એટલે પાણી ચઢવાની શરૂઆત થશે ત્યારે કઢાઈને ઢાંકી દો.

  4. 4

    આનાથી પેઠા ચઢવા લાગશે. વચ્ચે વચ્ચે હલાવો.

  5. 5

    પેઠાનો રંગ બદલાય, તે થોડા ટ્રાન્સપરન્ટ જેવા થાય કે ગેસની આંચ તેજ કરી હળવા હાથે થોડી થોડી વારે હલાવતા પાણીને ખીજવો.

  6. 6

    ત્યાં સુધીમાં નાગરવેલના પાન ધોઈ બારીક સમારો.

  7. 7

    પાણી એકદમ ખીજાવામાં હોય ત્યારે લીલો રંગ અને નાગરવેલના પાન નાખી હલાવો.

  8. 8

    મિશ્રણ થોડું કોરું થવા લાગે, કડક થાય કે ગેસ બંધ કરી બાકીની બધી સામગ્રી ઉમેરી દો.

  9. 9

    બધું બરાબર મિક્સ કરી નાના નાના બોલ્સ બનાવી દો એટલે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes