પીઝા કોન🌽(pizza cone recipe in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#સુપરશેફ3
#મોન્સૂન_સ્પેશિયલ
#વીક3
#cookpadindia
#cookpadguj
વરસાદી મોસમમાં જાતજાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે એમાંય વળી ભરપૂર મકાઈ બજારમાં મળે છે તો સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી મસાલેદાર પીઝા કોન બનાવ્યા છે.

પીઝા કોન🌽(pizza cone recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ3
#મોન્સૂન_સ્પેશિયલ
#વીક3
#cookpadindia
#cookpadguj
વરસાદી મોસમમાં જાતજાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે એમાંય વળી ભરપૂર મકાઈ બજારમાં મળે છે તો સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી મસાલેદાર પીઝા કોન બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧/૨ કપસ્વીટ કોર્ન
  2. ૧/૨ કપઝીણા સમારેલા ગાજર
  3. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  4. ૧/૨ કપઝીણા સમારેલા લાલ અને લીલા કેપ્સિકમ
  5. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા લીલા ધાણા
  6. ૩ ટેબલ સ્પૂનતેલ
  7. ૪ નંગલીલા મરચાં
  8. 1ઈંચ આદુનો ટુકડો
  9. ટેબ.ચમચી પીઝા સોસ
  10. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  11. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  14. ૧ ટીસ્પૂનધાણાજીરું
  15. ૨ ટેબલ સ્પૂનcorn flour
  16. ૧ કપમેંદો

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    એક પેનમાં 1 ટેબલ ચમચી તેલ મૂકી તેમાં ઝીણા સમારેલા લીલા મરચા તથા આદુ નાખી થોડા શેકી લેવા. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બાફેલી સ્વીટ કોર્ન, ઝીણા સમારેલા ગાજર,તથા કેપ્સીકમ એડ કરવા.

  2. 2

    પાંચથી સાત મિનિટ ધીમા તાપે તેને સાંતળી લેવું. હવે તેમાં લાલ મરચાં પાઉડર, મીઠું,આમચૂર પાઉડર,ચાટ મસાલા,પીઝા સોસ,ધાણાજીરૂ નાખી બરાબર મિક્સ કરી લેવું.ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડું પડવા દેવું.

  3. 3

    મેંદામાં મીઠું તથા ૨ ટેબલ ચમચી તેલ નાખી પૂરી જેવો લોટ બાંધી લેવો. સ્મુધ કરવો. તેમાંથી નાની પૂરી વણી તેને કોનનો આકાર આપી તેમાં તૈયાર કરેલ મિશ્રણ ભરો અને ફોન બંધ કરો. ફોનને બંધ કરવા માટે કોર્ન ફ્લોરની સ્લરીનો ઉપયોગ કરવો.એક પેનમાં તેલ ગરમ થવા મૂકો અને તેમાં આ કોન તળી લો. તેલમાં કોન નાખ્યા પછી ગેસ ધીમો કરી દેવો. આ કોન ગ્રીન ચટણી તથા ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes