ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#ઉપવાસ
આપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 વાટકીસાબુદાણા
  2. 1/૨ વાટકી શેકીને ફોતરા કાઢેલી સીંગ
  3. સ્વાદ મુજબ સિંધવ મીઠું
  4. 1/2 ચમચીલીંબુનો રસ
  5. 1/2 ચમચીખાંડ
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીતેલ સાબુદાણા પલાળતી વખતે
  8. 3,4પત્તા મીઠો લીમડો
  9. 1/2 ચમચીજીરું
  10. 1/2 ચમચીઝીણા સુધારેલા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સાબુદાણા ને પલળવા મૂકીએ ત્યારે જ 1 ચમચી તેલ નાખીને 1કલાક સુધી પલાળો.વચ્ચે 10,15 મિનિટ ના અંતરે હલાવતા રહેવું,જેથી તેલ બધામાં સરસ લાગી જાય.હવે 1 કડાઈ માં 3 ચમચી તેલ લઈને તેમાં જીરું,લીલા મરચા સમારેલા,લીમડો મીઠો નાખીને શેકેલાં સીંગદાણા નાખવા.હવે તરત જ સાબુદાણા નાખીને મિક્સ કરી સિંધવ મીઠું સ્વાદ મુજબ, 1/2ચમચી લિમ્બુ નો રસ,1 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરી દો. હવે ગેસ બંધ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes