ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce)

Devika Panwala
Devika Panwala @cook_23348837

આ ડીશ માં રાઈસ ને કોકોનટ મિલ્ક માં કૂક કરીને એક નવી ડેઝર્ટ ડીશ રેડી કરી છે.
ખૂબ જ સરળ રેસીપી છે.
#માઇઇબુક
#સુપરશેફ
#વિક4
#રાઈસ

ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ ડીશ માં રાઈસ ને કોકોનટ મિલ્ક માં કૂક કરીને એક નવી ડેઝર્ટ ડીશ રેડી કરી છે.
ખૂબ જ સરળ રેસીપી છે.
#માઇઇબુક
#સુપરશેફ
#વિક4
#રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. રાઈસ લેયર માટે
  2. 1 1/2 કપસ્ટિકિ રાઈસ અથવા કોલમ રાઈસ
  3. 100મીલી કોકોનટ મિલ્ક
  4. 1/4 કપખાંડ
  5. 1 ટી સ્પૂનવેનીલા એસસન્સ
  6. ચપટીમીઠુ
  7. અંદરના લેયર માટે
  8. ૧ નંગકીવી ફ્રૂટ
  9. ૧ નંગપાકી કેરી
  10. ૧ નંગલાલ પેર
  11. કેસર ઈલાયચી સોસ માટે
  12. 500મીલી દૂધ
  13. 5તાંતણા કેસર
  14. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  15. ૨૦૦ ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખાને ધોઈને અડધો કલાક પલાળી રાખો, એક પેનમાં 2 કપ પાણી લઈને બોઈલ કરવું પછી તેમાં ચોખા એડ કરવા ચોખાને 15 મિનિટ માટે ઢાંકીને કૂક કરવા. ચડી જાય એટલે તેમાં કોકોનટ મિલ્ક, ખાંડ, વેનિલા એસેન્સ અને મીઠું નાખીને મિક્સ કરવો ઢાંકીને એક મિનિટ માટે કૂક કરવો પછી ગેસ ઓફ કરવો. ઠંડુ થવા દેવું

  2. 2

    હવે કીવી, મેંગો, પેર ની લાંબી સ્લાઈસ કાપી લેવી, તમે તમારી ચોઇસ ના ફ્રૂટ લઈ શકો છો પણ સોફ્ટ ફ્રુટ લેવા.

  3. 3

    હવે રાઈસને એક પ્લાસ્ટિક સીટ પર પાથરી દેવો તેની વચ્ચે ફ્રુટ ની સ્લાઈસ મૂકવી પ્લાસ્ટિક સીટ ની મદદથી રોલ વાળો. અને રોલ ને અડધો કલાક ફ્રીઝ માં સેટ કરવા મૂકો

  4. 4

    કેસર ઈલાયચી સોસ માટે એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું તેમાં કેસર નાખી દેવું, દૂધ થોડું ઓછું થાય 3/4 ભાગ થાય ત્યાં સુધી ઉકાળવું. તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને ઉકરવા કરવા દેવું. કેસર ઈલાયચી સોસ ને ઠંડુ થવા દેવું.

  5. 5

    હવે ફ્રીજમાં મુકેલ આ રોલને બહાર કાઢીને તેની નાની-નાની સ્લાઈઝ ધ્યાન થી કાપી લેવી. પછી એક પ્લેટમાં નીચે કેસર ઇલાઇચી સોસ મૂકી આ ઉપર તૈયાર કરેલા રોલ્સ મૂકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Panwala
Devika Panwala @cook_23348837
પર

ટિપ્પણીઓ

Similar Recipes