ફરાળી ખાટા ઢોકળા(farali dhokala recipe in gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમોરૈયાનો કકરો લોટ
  2. ૧/૪ કપસાબુદાણા ઝીણા કકરા પીસેલા
  3. ૧/૨ કપખાટું દહીં
  4. ટે. ચમચી આદું-મરચાની પેસ્ટ
  5. સીંધાલુ મીઠું
  6. ટે. ચમચી તેલ
  7. ટે. ચમચી ખાંડ (નાખવી હોય તો જ)
  8. ટી. ચમચી ઈનો
  9. ૧ કપપાણી
  10. વઘાર માટે :-
  11. ટે. ચમચી તેલ
  12. ટી. ચમચી જીરૂ
  13. ટી. ચમચી તલ
  14. ૨-૩ લીલા મરચા (લાંબા કાપેલા)
  15. ૮-૧૦ મીઠા લીમડાના પાંદડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાડકામાં મોરૈયાનો લોટ અને એકદમ ક્રશ કરેલા સાબુદાણા ભેગા કરી, તેમાં દહીં, મીઠું અને આદું-મરચાની પેસ્ટ નાખવી. મીક્ષ કરવું.

  2. 2

    તેમાં પાણી, ખાંડ અને તેલ નાંખી સરસ રીતે મીક્ષ કરવું. અને તેને ઢાંકીને ૧૫ મીનીટ રહેવા દેવું. ઢોકરાની થાળીને ગ્રીસ કરી લેવી.

  3. 3

    હવે ગેસ ધીમી આંચ પર ચાલુ કરી, તેની પર સ્ટીમર મુકી, તેમાં પાણી નાંખી ગરમ થવા દેવું.

  4. 4

    હવે ખીરૂમાં ઈનો નાંખી ખુબ હલાવી, ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવું. અને સ્ટીમરમાં મુકી ૧૫ મીનીટ થવા દેવું.

  5. 5

    વઘાર તૈયાર કરવો.

  6. 6

    ઢોકરાની થાળીને બહાર કાઢી, ઠંડું થાય એટલે કાપા પાડી લેવા. હવે તેની પર વઘાર પાથરી દેવો.

  7. 7

    હવે ઢાેકરાને કાઢી સર્વ કરવા☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ

Similar Recipes