મોહન થાળ(mohan thal recipe in gujarati)

Deepahindocha
Deepahindocha @cook_20651740

# સાતમ

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  4. કાજુ
  5. બદામ
  6. કીસમીસ
  7. ઘી
  8. અડધો લીટર દૂધ નો માવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં થોડું દૂધ અને ૩ ચમચી ઘી મીક્સ કરી ગરમ કરો ગરમ કરેલા મીશ્રણ ને ચણા ના લોટ માં ઉમેરો ત્યાર બાદ એકદમ મીક્સ કરી લોટ ને થોડી વાર રેવા દો ત્યાર બાદ ચાળી લો.

  2. 2

    હવે એક કડાઈમાં લોટ શેકાઈ તેટલું ઘી મૂકી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો

  3. 3

    આ રીતે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો હવે તેમાં ધીમે ધીમે માવો ઉમેરો માવો એકદમ મીક્સ કરી લો ફરી ગેસ ચાલુ કરી ૫ મીનીટ શેકી લો હવે તેમાં કીસમીસ અને ઇલાયચી પાઉડર મિક્સ કરી ગેસ બંધ કરી લો.

  4. 4

    હવે એક તપેલીમાં ચાસણી બનાવો ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો હવે તૈયાર કરેલી ચાસણીને લોટ માં ઉમેરો એકદમ મીક્સ કરી લો કાજુ બદામ ના ટુકડા ઉમેરી થાળી માં પાથરી દો ઉપર થોડી કાજુ બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ મોહન થાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepahindocha
Deepahindocha @cook_20651740
પર

Similar Recipes