ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)

#ઉપવાસ
આજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ.
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસ
આજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ની ખીચડી બનાવીશું. તેના માટે ૩ થી ૪ કલાક માટે સાબુદાણા પલાળો. ત્યારબાદ બાફેલા બટેટા ઝીણા સમારો, આદૂ નું ખમણ કરો. મરચાં, ટામેટાં ઝીણાં સમારો તેમજ સીંગદાણાનો ભૂકો કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેની અંદર જીરું નાખો. ત્યારબાદ આદુ,મરચાં નાખી સાબુદાણા અને બટેટા નાખી દો. ત્યારબાદ મીઠું, મરચું પાઉડર,લીંબુ,ખાંડ બધું જ નાખી હલાવીને 10 મિનિટ માટે પકાવી લો. તૈયાર છે ટેસ્ટી સાબુદાણાની ખીચડી....
- 3
ત્યારબાદ બટેટા ની સુકી ભાજી બનાવવા માટે બટેટા બાફી લો.તેને ઠંડા પડીયે છાલ ઉતારી સમારી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો. તેની અંદર જીરું નો વઘાર કરી બટેટા વધારો. તેની અંદર મીઠું,મરચું પાઉડર, મરચાં,આદુ, ટામેટાં અને ખટાશ, ગળાસ નાખીને પાંચ મિનિટ માટે હલાવીને રહેવા દો. ત્યારબાદ સીંગદાણાનો ભૂકો નાખી દો. તૈયાર છે બી બટેટા નું ફરાળી શાક.....
- 4
સાબુદાણાના ડોનટ બનાવવા માટે એક વાસણમાં પલાળેલા સાબુદાણા લો. તેની અંદર બટેટાનો માવો, ખટાસ, ગળાસ, મરચુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, સીંગદાણાનો ભૂકો બધું જ નાખી મિક્સ કરો.ત્યારબાદ તેને ડોનટ નો સેપ આપો. હવે પેનમાં થોડું તેલ મૂકી બંને તરફ તળી લો અથવા તો સરખી રીતે સાંતળી લો. તૈયાર છે આપણા સાબુદાણાના ડોનટ.......
- 5
બટેટા ની કટલેસ બનાવવા માટે એક વાસણમાં બાફેલા બટેટાનો માવો કરો. તેની અંદર બધો જ મસાલો અને તપકીર નાખી કટલેટ ના મોલ્ડ થી હાર્ટ શેપ ની કટલેટ બનાવો. તેને પણ deep fry અથવા તો સાંતળીને તૈયાર કરો. તૈયાર છે ફરાળી કટલેસ......
- 6
મોરૈયા ની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ મૂકી જીરું નો વઘાર કરો. ત્યારબાદ તેની અંદર મરચું અને આદું ખમણેલું નાખી મોરૈયો વધારો. તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખી દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો. ત્યારબાદ તેની અંદર સીંગદાણાનો ભૂકો નાખી હલાવીને ગેસ બંધ કરી દો. તૈયાર છે મોરૈયા ની ખીચડી........
- 7
સાબુદાણાની ખીર બનાવવા માટે એક કલાક માટે સાબુદાણા પલાળી રાખો.ત્યારબાદ તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. એક ઊભરો આવે એટલે એની અંદર સાબુદાણા નાંખી દો. ત્યારબાદ ખાંડ નાખી દો. ખીર એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેને એલચીનો ભૂકો અને બદામની કતરણ નાખી ગાર્નિશિંગ કરો.
- 8
મોરૈયા ની ખીર બનાવવા માટે મોરૈયાને ધોઈને તેની અંદર થોડું પાણી નાખીને ગેસ પર મૂકો. થોડું ગરમ થાય એટલે એની અંદર દૂધ નાખી દો. ત્યારબાદ ખાંડ પણ નાખો અને દૂધમાં જ મોરૈયો ચડવા દો. ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ઠંડુ પડે એટલે તેની અંદર ઇલાયચી પાઉડર અને બદામની કતરણ નાખી દો. તૈયાર છે મોરૈયા ની ખીર.
- 9
હવે એક કડાઈમાં તેલ મૂકી વારાફરતી બધી જ વેફર તરી લો અને સીંગદાણા પણ કરી લો. ત્યારબાદ અલગ અલગ પ્લેટમાં અલગ અલગ વેફર રાખો.
- 10
હવે બધું જ બની ગયા બાદ અલગ-અલગ પ્લેટમાં બધી જ વસ્તુ સર્વ કરો. ખીર ને નાના બાઉલમાં કાઢો અને સર્વ કરો. તો ફ્રેન્ડ રેડી છે આપણુ ફરાળી પ્લેટર.......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સાતમ નો થાળ(Satam no thal recipe in Gujarati)
#સાતમસાતમ હોય એટલે બધાના ઘરમાં બધી જ વસ્તુ બનતી હોય..બધાને હેપી સાતમ. Hetal Vithlani -
-
ફરાળી પ્લેટર(Farali Platter Recipe in Gujarati)
ઘરમાં જ્યારે નાના મોટા બધાને ઉપવાસ હોય અને બધાને પસંદ આવે એવું બનાવવાનું આવે તો એના માટે આ પ્લેટર પરફેક્ટ છે.#ઉપવાસ Ruta Majithiya -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#week1આજે મેં બટેટાની સેન્ડવીચ બનાવી છે. ઘરમાં બીજું વસ્તુ ન હોય અને એકલા બટેટા હોય તોપણ બટેટાની સેન્ડવીચ બનાવી શકાય છે. જે નાના બાળકોને બહુ ભાવે છે. Ramaben Solanki -
વધેલી મોરૈયાની ખીચડીની કટલેસ
મોરૈયા ની ખીચડી વધે તો તેમાં થોડો આરા લોટ નાખી થોડા સિંગદાણાનો ભૂકો તલ બધું મિક્સ કરી કટલેસ બનાવવી નવી વાનગી કરી શકાય.#LO Rajni Sanghavi -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
#ઉપવાસફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય. Avnee Sanchania -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ફરાળી આલુ પ્લેટ(farali alu palte recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત આજે શ્રાવણ મહિનાની અમાસ તો આજે ફરાળી આલુ પ્લેટ બનાવી. કેમકે કહેવાય છે કે એક શ્રાવણ મહિનાની અમાસ રહો તો પણ પુરા મહિનાનું ફળ મળે છે.... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada -
ચાસણીયા પીનટ (🥜 peanut recipe in Gujarati)
# વીકમિલ૨.આજે અષાઢી બીજ નાં ઉપવાસ માં ખાઈ શકાય તેવી પ્રસાદી બધાને ભાવે અને ગમશે આં રેસીપી આપણા દાદી પણ બનાવતા હતા Prafulla Ramoliya -
ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
#FR#cookpadgujarati#cookpad વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તે માટે વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મેં શિવરાત્રીના પવિત્ર તહેવાર પર ફળાહારમાં ખાઈ શકાય તેવી ફરાળી ઈડલી બનાવી છે. આ ઈડલી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. આ ઈડલીને ફરાળી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
-
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada
More Recipes
ટિપ્પણીઓ (27)