મુંબઈ નાં VIP વડા પાવ (Mumbai na VIP Vadapau)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#વેસ્ટ
#માઇઇબુક
#પોસ્ટ૨૭

આ વાનગી બહુ જૂની અને વર્ષો થી મળતી ડિશ જે મહારાષ્ટ્ર નાં મુંબઈ ગલી ગલી માં મળે છે.જે પેલા ૨ રૂપિયા કે ૫ રૂપિયા માં મળતા હતા આજે એ હવે ૧૫ કે ૨૦ રૂપિયા માં મળે છે એટલે મુંબઈ ની સસ્તી ડિશ હોય તો આ વડા પાવ.
તેને Bombay Burger na નામે પણ ઓળખાય છે.
વડા=ચણા નાં લોટ ના પૂલ માં બટાકા એ મરેલ ડૂબકી
પાવ= વડા માટે નો ગાદલું અને ધાબળો

મુંબઈ નાં VIP વડા પાવ (Mumbai na VIP Vadapau)

#વેસ્ટ
#માઇઇબુક
#પોસ્ટ૨૭

આ વાનગી બહુ જૂની અને વર્ષો થી મળતી ડિશ જે મહારાષ્ટ્ર નાં મુંબઈ ગલી ગલી માં મળે છે.જે પેલા ૨ રૂપિયા કે ૫ રૂપિયા માં મળતા હતા આજે એ હવે ૧૫ કે ૨૦ રૂપિયા માં મળે છે એટલે મુંબઈ ની સસ્તી ડિશ હોય તો આ વડા પાવ.
તેને Bombay Burger na નામે પણ ઓળખાય છે.
વડા=ચણા નાં લોટ ના પૂલ માં બટાકા એ મરેલ ડૂબકી
પાવ= વડા માટે નો ગાદલું અને ધાબળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩-૪ લોકો
  1. ચણા નાં લોટ નું ખીરું બનાવવા માટે :-
  2. ૧ બાઉલચણા નો લોટ
  3. 1/2 ટીસ્પૂનહળદર
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૫-૬ નંગપાવ
  6. બટાકા વડા નો માવો બનાવવા માટે
  7. ૩-૪ નંગ મિડિયમ સાઈઝના બાફેલા બટાકા
  8. ૨-૩ ટેબલસ્પૂનતેલ
  9. 1/2 ટેબલસ્પૂનરાઈ
  10. 1/2 ટેબલસ્પૂનજીરું
  11. 1/2 ટીસ્પૂનહિંગ
  12. ૫-૬ પાન લીમડા નાં પત્તા
  13. ૨-૩ નંગ લીલાં મરચાં ની પેસ્ટ
  14. ૪-૫ કડીલસણ ની પેસ્ટ
  15. ૧ ટેબલસ્પૂનઆદું ની પેસ્ટ
  16. સ્વાદાનુસારમીઠું
  17. 1/2 ટેબલસ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટેબલસ્પૂનહળદર
  19. ૨-૩ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  20. ૧-૨ ટેબલસ્પૂન લીંબુ નો રસ
  21. લાલ સુખી ચટણી બનાવવા માટે :-
  22. ૧ નાની વાટકીશીંગ દાણા
  23. ૧ નાની વાટકીતલ
  24. 1/2 નાની વાટકીટોપરાનું ખમણ
  25. 1/2 ટીસ્પૂનહિંગ
  26. ૧ ટેબલસ્પૂનશેકેલ જીરું પાઉડર
  27. ૨ ટેબલસ્પૂનવાટેલા લીલાં મરચાં ની પેસ્ટ
  28. ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  29. ૩-૪ નંગવાટેલા મોટા લસણ ની પેસ્ટ
  30. ૧-૨ ટેબલસ્પૂન તેલ
  31. સ્વાદાનુસારમીઠું
  32. લીલી ચટણી બનાવવા માટે :-
  33. ૧ નાની વાટકીફુદીના નાં પાન
  34. ૧ નાની વાટકીકોથમીર
  35. ૨-૩ નંગ લીલાં મરચાં
  36. ૧ ટેબલસ્પૂનશીંગદાણા
  37. 1/2 ટેબલસ્પૂનખાંડ
  38. ૧-૨ ટેબલસ્પૂન લીંબુ નો રસ
  39. સ્વાદાનુસારમીઠું
  40. 1/4 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા લઇ તેમાં કોથમીર, ગરમ મસાલો, મીઠું અને લીંબુ નો રસ નાખી બરાબર રીતે બધું મિક્સ કરી લો.

  2. 2

    હવે ચણા નાં લોટ નું બેટર બનાવવા માટે એક બાઉલ માં લોટ લઈ તેમાં હળદર, મીઠું અને હિંગ નાખી બરાબર મિક્સ કરો.પછી જરૂર મુજબ નું પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરી લો.

  3. 3

    વડા માટે ખીરું થોડું ઘટ્ટ રાખવું,જેથી વડા દુબોડી ને તેલ માં નાખતા ફાવે. અને બહુ હલાવવું બી નહીં કેમ કે બુંદી પાડવા માં ચાન્સ વધારે રહે.

  4. 4

    હવે એક કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ,જીરું, હિંગ, હળદર અને લીમડા નાં પત્તા નાખી સાંતળો.પછી તેમાં લીલાં મરચાં,લસણ અને આદું ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

  5. 5

    હવે તેમાં તૈયાર કરેલો બટાકા નો મસાલો ઉમેરી ને બરાબર રીતે મિક્સ કરી લો.તો મસાલો તૈયાર છે....

  6. 6

    હવે એક કડાઈમાં તેલ લઇ ફૂલ તાપે ગરમ થવા દો.ત્યાં સુધી માં માવા માંથી લુઆ લઇ નાના નાના ગોળા વાળી લો.

  7. 7

    ગોળા ને ખીરાં માં દૂબોડી ને તડવા લાગો, નાખતી વખતે ગેસ નો ફ્લેમ ધીમો કરી દેવો. પછી ફાસ્ટ કરી લો.તો તૈયાર છે બટાકા વડા.

  8. 8

    લાલ સુખી ચટણી બનાવવા માટે સૌપ્રથમ દાણા અને તલ ને એક પેન માં તેની સ્મેલ આવે ત્યાં સુધી સેકી લો. અને ઠરે એટલે તેને બારીક ક્રશ કરી લો.

  9. 9

    હવે એક બીજા પેન માં તેલ લાઇ તેમાં હિંગ નાખી મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. પછી તેમાં ટોપરા નું ખમણ ઉમેરી ને તેની સુગંધ આવે ત્યાં સુધી શેકો.

  10. 10

    હવે તેમાં લાલ મરચું પાઉડર, શેકેલ જીરું પાઉડર, દાણા અને તલ નો પાઉડર નાખી બરાબર શેકી લો. તો રેડી છે આપણી લાલ સુખી ચટણી....

  11. 11

    લીલી ચટણી બનાવવા માટે એક જાર માં ફુદીનો, કોથમીર,મરચાં, દાણા, ખાંડ,લીંબુ અને મીઠું ઉમેરી ને થોડું પાણી નાખી ને ક્રશ કરી લો. ચટણી થોડી થીક રાખવી. અને ચટણી બની જઈ એટલે તેમાં તેલ ઉમેરો.તેલ ઉમેરવા થી તમારીc ચટણી છે એ લાંબો ટાઈમ સુધી ટકી રહે છે અને ઉપર થી કાળી નહીં પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes