હૈદરાબાદી દમ બીરયાની(hydrabadi dum biryani recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપબાસમતી રાઈસ
  2. ૧ વાડકીગાજર
  3. ૧ વાડકીફળસી
  4. ૧ વાડકીફ્લાવર
  5. ૧ વાડકીબટાકા
  6. ૧/૨ વાડકીવટાણા
  7. તળવા માટે ૪ નંગ કાંદા
  8. ટામેટુ
  9. ૩ વાડકીદહીં
  10. કોથમીર
  11. ૧ ચમચીજીરૂ
  12. ૧ ચમચીલાલ મરચુ
  13. ૧ ચમચીઘાણાજીરૂ
  14. ૨ ચમચીબીરયાની મસાલો
  15. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  16. ૧ વાડકીકાજુ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બઘા શાકભાજી કટ કરી લેવા.દુધ મા કેસર નાંખી દેવુ.ઊભા કાપેલા કાંદા ને લાલ થાય ત્યા સુધી તળી લો.

  2. 2

    દહીં મા લાલ મરચુ,ધાણાજીરૂ,બીરયાની મસાલો,જીરૂ,કોથમીર,આદુ મરચા ની પેસ્ટ અને બઘા સમારેલા શાકભાજી નાંખી બરાબર મિક્ષ કરી અડધો કલાક રહેવા દેવુ.

  3. 3

    રાઈસ માટે પાણી ને ગરમ કરી એમા ધી,મીઠુ અને લીંબુ નો રસ નાંખી બાસમતી રાઈસ ૨ પાણી થી ધોઈને નાંખો.૮૦% થાય એટલે ચારણી મા કાડી લો એના પર ઠંડુ પાણી નાંખી મોટી થાળી કે કપડા પર ફેલાવી દો.

  4. 4

    અડધા કલાક પછી બધા શાકભાજી મેરીનેટ થય ગયા હશે એટલે પેન મા ઘી,કાજુના ટુકડા,લસણ ની પેસ્ટ,તજ,લવિંગ નાંખી બઘા શાકભાજી ને સાંતળી લેવા.

  5. 5

    હવે બીરયાની લેયર કરવા માટે મોટુ નોનસ્ટીક પેન લેવુ એમા ધી લેવુ.એમા સાંતળેલા શાકભાજી નુ એક લેયર કરવુ.એના પર બાસમતી રાઈસ નુ લેયર કરવુ.

  6. 6

    રાઈસ પર કોથમીર,તળેલા કાંદા,કાજુ ના ટુકડા,કેસર દુઘ નાંખવુ.હવે ઊપર પાછુ શાકભાજી નુ લેયર કરી રાઈસ પર બઘુ નાખી ઢાંકણ બંઘ કરી દો.

  7. 7

    હવે રોટલી ના લોટથી ફોટામા બતાવ્યા પ્માણે પેન ની ફરતે લગાવી દો.૧૫ મિનીટ ગેસ પર થવા દો પછી પેન ને તવા પર મુકી ૨૫ મિનીટ થવા દો.ગેસ બંઘ કયાઁ પછી ૫ મિનીટ પછી સાઈડ પરથી કાડી રાયતુ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes