હૈદરાબાદી બિરયાની (Hydrabadi biryani recipe in Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 3 મોટી ચમચીબિરયાની મસાલો
  3. 40-50 ગ્રામપનીર
  4. 30-40 ગ્રામલીલાં વટાણા,ગાજર,બટાકા બધું
  5. 4 મોટા ચમચાઘી
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. સ્વાદાનુસારમીઠું
  9. 2-3 ચમચીકેસર નાખેલું દૂધ
  10. જરૂર મુજબથોડું પાણી
  11. 50 ગ્રામદહીં
  12. 1 ચમચીતજ,લવિંગ,ઇલાયચી
  13. 20 ગ્રામકાજુ
  14. 6 ચમચીબિરસ્તો
  15. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા વીસ મિનિટ પલાળો. બધા શાક ની સાથે પનીર પણ થોડા મોટા ટુકડા માં કાપી લો. કાપેલા શાકભાજી માં બિરયાની મસાલો અને દહીં નાખી ને મેરિનેટ થવા માટે ત્રીસ મિનિટ માટે મૂકી દો.બીજી બાજુ પાણી ગરમ કરો.એમાં 1/2 ચમચી લીંબુનો રસ,1/2 ચમચી તેલ,1/2 ચમચી જીરુ અને મીઠું નાખીને પાણી ઉકળે એટલે ભાત ઓરી દો.ચારેક મિનિટ પછી ગેસ બંધ કરીને ભાત ને બે મિનિટ સુધી એમ જ રહેવા દો. પછી ભાત ઓસાવી લો.એકદમ છૂટો દાણો થવો જોઈએ.એકદમ બાફવાના નથી.

  2. 2

    ઉપર પ્રમાણે બધું તૈયાર થઇ જાય એટલે એક કૂકરમાં બે ચમચા ઘી મૂકો.જો ઘી માં બિરયાની બનાવશો તો જ સાચો ટેસ્ટ આવશે. ઘી માં તજ,લવિંગ,જીરું,કાજુ, ઇલાયચી વગેરે નાખીને સરખું ગરમ કરો. હવે આદું-લસણની પેસ્ટ નાખી સરખી પાકવા દો. પછી એમાં મેરીનેટ થયેલા શાક અને પનીર નાખો.એક મિનિટ સુધી સતત હલાવો. પછી એમાં શાક બહુ બાફવા નહીં. પછી એમાં 1/2 વાટકી દહીં નાખો. હલાવો. આગળ હવે તેમાં અધકચરા થયેલા ભાત અડધાનાખી ને હળવા હાથે હલાવો.

  3. 3

    અડધા નાખેલા ભાત નુ લેયર કરો ઉપરથી બિરસ્તો નુ લેયર કરીને ફરીથી ભાત નુ લેયર કરો.ઉપર એક લેયર બિરસ્તો નુ કરો.ઉપરથી કેશરવાળુ દૂધ ફરતે છાટીને કૂકરનુ ઢાકણ ઢાકી દો.સીટી મૂકવાની નથી. એક મોટા વાસણમાં પાણી ઉકાળો. ઉકળતાં પાણીમાં કૂકરને પચીસ મિનિટ મૂકીને બિરયાની પકાવો. આ ક્રિયા તમે કૂકરને લોઢી પર મૂકીને પણ કરી શકો છો. ગેસ બંધ કરીને કૂકર ને 10 મિનિટ એમ જ રહેવા દો. એકદમ સ્વાદિષ્ટ ખાણું તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes