ઈડીયપ્પમ વીથ ખુરમા (Idiyappam With Khurma Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#સાઉથ
#cookpadindia
#cookpadguj
ઈડીયપ્પમ એ સાઉથ ઇન્ડિયાની લોકપ્રિય હેલ્ધી પરંપરાગત મોર્નિંગ બ્રેકફાસ્ટ ડીશ છે. બહુ થોડી જ સામગ્રીમાં આ ડિશ તૈયાર થાય છે. કેરાલામાં આને puttu પણ કહે છે. સોફ્ટ અને સ્મૂધ ઈડીયપ્પમ ખુરમા સાથે ટેસ્ટમાં બહુ જ સુંદર લાગે છે.ઈડિયપ્પમ કોકોનટ ચટણી સ્વીટ કોકોનટ મિલ્ક સંભાર કુરમા કે કરી સાથે ખાઈ શકાય છે. આ સ્ટીમડ ફુડ છે. જે આઠ મહિનાના બાળકથી માંડીને બધા જ ખાઈ શકે છે અને સરળતાથી પાચન થઈ શકે છે.ઈડિયપ્પમની ડ્રાય પ્રોસેસ કરી અને તેને નવ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
Tips: * સારી ગુણવત્તાવાળા ચોખા લેવા.
* ચોખાને ધીમા તાપે જરૂરથી શેકો.
* ગરમ પાણીનો ઉપયોગ કરો
* શક્ય હોય તો કોકોનટ તેલનો જ ઉપયોગ કરો.

ઈડીયપ્પમ વીથ ખુરમા (Idiyappam With Khurma Recipe In Gujarati)

#સાઉથ
#cookpadindia
#cookpadguj
ઈડીયપ્પમ એ સાઉથ ઇન્ડિયાની લોકપ્રિય હેલ્ધી પરંપરાગત મોર્નિંગ બ્રેકફાસ્ટ ડીશ છે. બહુ થોડી જ સામગ્રીમાં આ ડિશ તૈયાર થાય છે. કેરાલામાં આને puttu પણ કહે છે. સોફ્ટ અને સ્મૂધ ઈડીયપ્પમ ખુરમા સાથે ટેસ્ટમાં બહુ જ સુંદર લાગે છે.ઈડિયપ્પમ કોકોનટ ચટણી સ્વીટ કોકોનટ મિલ્ક સંભાર કુરમા કે કરી સાથે ખાઈ શકાય છે. આ સ્ટીમડ ફુડ છે. જે આઠ મહિનાના બાળકથી માંડીને બધા જ ખાઈ શકે છે અને સરળતાથી પાચન થઈ શકે છે.ઈડિયપ્પમની ડ્રાય પ્રોસેસ કરી અને તેને નવ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
Tips: * સારી ગુણવત્તાવાળા ચોખા લેવા.
* ચોખાને ધીમા તાપે જરૂરથી શેકો.
* ગરમ પાણીનો ઉપયોગ કરો
* શક્ય હોય તો કોકોનટ તેલનો જ ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
બે વ્યક્તિ
  1. ૧ કપચોખાનો લોટ
  2. ૧/૩ કપકોપરાનું છીણ
  3. ૧/૪ કપકોકોનટ તેલ
  4. ૧/૨ ટીસ્પૂનસ્પૂન મીઠું
  5. ખુરમાની સામગ્રી
  6. ૧૦ નંગ કાજુ
  7. ૧ ટીસ્પૂનખસખસ
  8. ૨ નંગટામેટાં
  9. ૧ ટેબલસ્પૂનકોકોનટ તેલ
  10. ૧ નંગતમાલપત્ર
  11. ૧ ટીસ્પૂનલાલ મરચાનો પાઉડર
  12. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  13. ૧ ટીસ્પૂનધાણાજીરૂ
  14. સ્વાદાનુસાર મીઠું
  15. ૧ ટેબલસ્પૂનકાપેલા લીલા ધાણા
  16. ૧ નંગઈંચ આદુનો ટુકડો

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને સાફ કરી નોનસ્ટીક પેનમાં ધીમા તાપે શેકી ઠંડા કરવા મૂકો. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો. સ્મુધ લોટ તૈયાર કરવો.ઈડિયપ્પમ બનાવવા માટેની તમામ સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં ૧ કપ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં મીઠું તથા ૧/૪ કપ કોકોનટ ઓઇલ એડ કરો. હવે આ ઉકળતાં પાણીમાં ચોખાનો લોટ ધીમે ધીમે એડ કરો જેથી ગઠ્ઠા ના પડી જાય.

  3. 3

    હવે ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે બરાબર હલાવી અને મિક્સ કરો. ગેસ ઓફ કરી પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. પાંચ મિનિટ બાદ એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દો. લોટ ઠંડો થાય એટલે તેને મસળી અને ખૂબ સ્મુધ કરી લેવો.

  4. 4

    હવે ચણાના લોટની સેવ નો સંચો લઈ તેમાં સેવ ની ઝીણી જાળી મૂકવી. તેલથી ગ્રીસિંગ કરી લેવું. સંચામાં આ લોટ ભરવો. ઈડલી મેકર ની ડીશ માં પણ તેલ લગાવી દેવું. ઈડલી મેકર ને ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવું.

  5. 5

    હવે idli maker ની ડીશ ના ખાનામાં જ સંચામાંથી સેવ પાડવી. ઈડલી ના માપ જેટલી જ સેવ પાડવી.

  6. 6

    હવે આ તૈયાર થયેલ ઈડલી ની ડીશ ને ઈડલી મેકરમાં મૂકી દસ મિનિટ માટે બફાવા દેવી. 10 મિનિટ બાદ તેને બહાર કાઢી ઠંડી પડવા દેવી.

  7. 7

    ખુરમાની રીત: *પૂર્વ તૈયારી: કાજુ,ખસખસ અને કોપરાનું છીણ મિક્સર માં પાણી નાખી અને પેસ્ટ તૈયાર કરી લેવી. *એક નોનસ્ટિક પેનમાં એક ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં છીણેલું આદું તથા તમાલપત્ર સાંતળવા.

  8. 8

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખવા. મિક્સ કરી અને 5 મિનીટ માટે નોન સ્ટીક પેન ઢાંકી દેવું. ત્યારબાદ તેમાં લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરૂ અને મીઠું એડ કરવા. *હવે તેમાં તૈયાર કરેલી કાજુની પેસ્ટ એડ કરો. પાંચ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો. હવે તેમાં ધાણા સ્પ્રેડ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes