ચીઝ મસાલા બ્રેડ

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#ફટાફટ
વધેલા પાઉં માં થી મસાલા પાઉ આપણે બનાવતા હોઈએ છે. તો આજે મેં વધેલી બ્રેડમાંથી ચીઝ મસાલા બ્રેડ બનાવી છે અને ગજબ નો ટેસ્ટ આવે છે. અને એ ફટાફટ પણ બની જાય છે તો તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બનાવી શકો છો.

તમને મારી રેસીપી ગમે તો એનો વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો

ચીઝ મસાલા બ્રેડ

#ફટાફટ
વધેલા પાઉં માં થી મસાલા પાઉ આપણે બનાવતા હોઈએ છે. તો આજે મેં વધેલી બ્રેડમાંથી ચીઝ મસાલા બ્રેડ બનાવી છે અને ગજબ નો ટેસ્ટ આવે છે. અને એ ફટાફટ પણ બની જાય છે તો તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બનાવી શકો છો.

તમને મારી રેસીપી ગમે તો એનો વિડીયો તમે મારી youtube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. બ્રેડ
  2. ૩ ટેબલ સ્પૂનબટર
  3. ૧/૨ કપઝીણી સમારેલી ડુંગળી
  4. ૧/૨ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  5. ૧/૨ કપઝીણા સમારેલા ટામેટાં
  6. ૧ ટી સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧/૨ ટી સ્પૂનહળદર
  9. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  10. ૧ ટી સ્પૂનપાઉંભાજી મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ટેબલ સ્પૂનચીઝ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં થોડું બટર ગ્રીસ કરી લઈશું. હવે ત્રણ બેડ મૂકી ને શેકી લઈશું ઉપર થોડું બટર લગાવીને બંને સાઈડથી શેકી લઈશું.

  2. 2

    મેં ૪ બ્રેડ શેકી લીધી છે. હવે બ્રેડને આ રીતે ચોરસ ટુકડામાં કાપી લઈ શું. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન બટર ગરમ કરવા મુકો.

  3. 3

    બટર ગરમ થઈ જાય પછી એમાં કાપેલી ડુંગળી ઉમેરો અને સાથે આદુ લસણ ની પેસ્ટ પણ ઉમેરો. હવે ડુંગળી બરાબર સંતળાઈ જાય પછી એમાં કેપ્સીકમ અને ટામેટા ઉમેરો અને સાથે થોડું મીઠું ઉમેરી દો.

  4. 4

    હવે મરચું, હળદર, ધાણાજીરું અને પાવભાજીનો મસાલો પણ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો. હવે થોડું પાણી ઉમેરીને હલાવી ને ઢાંકી ને બરાબર ચડવા દો.

  5. 5

    ટામેટા બરાબર ચડી જાય પછી પાવભાજી મેશર થી મેશ કરી લો. હવે એમાં કાપેલી બ્રેડના ટુકડા ઉમેરો અને ઉપરથી કોથમીર પણ ભભરાવી દો.

  6. 6

    બ્રેડ અને મસાલાને બરાબર મિક્સ કરી લો પછી એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો હવે ઉપરથી ચીઝ ઉમેરીશું.

  7. 7

    હવે ચીઝ મેલ્ટ કરવા માટે એક કઢાઈને પ્રી હીટ કરેલી છે એમાં પ્લેટ મૂકીને ૨ મિનિટ સુધી એને ઢાંકીને ચીઝ મેલ્ટ થવા દઈશું. તમે ઓવનમાં ચીઝ મેલ્ટ કરીને પણ ઉપર એડ કરી શકો છો.

  8. 8

    તૈયાર છે આપણી ગરમાગરમ ચીઝ મસાલા બ્રેડ બહુ જ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes