મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#EB
#week8
મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે.

મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

#EB
#week8
મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 6 નંગપાઉં
  2. 5 સ્પૂનબટર અથવા દેશી ઘી
  3. 1 વાટકો ટામેટાં (ઝીણી સમારેલા)
  4. 1 વાટકો ડુંગળી (ઝીણી સમારેલી)
  5. 1 સ્પૂનજીરું
  6. 1 સ્પૂનહિંગ
  7. 1 સ્પૂનઆદુપેસ્ટ
  8. 1 સ્પૂનલસણપેસ્ટ
  9. 1 સ્પૂનલીલા મરચા પેસ્ટ
  10. 2 સ્પૂનપાઉંભાજી મસાલો
  11. 1 સ્પૂનલાલ મરચા પાઉડર
  12. 1/2 કપચણાની સેવ
  13. 2/1 સ્પૂનમીઠું
  14. 1 સ્પૂનલીંબુનો રસ
  15. 2 સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગેસ પર નોનસ્ટિક પેનમાં 2 સ્પૂન ઘી નાખી આદુ,લસણ,મરચાની પેસ્ટ નાખી 2 મિનિટ કૂક કરો. 2 મિનિટ પછી ડુંગળી, ટામેટાં ઉમેરીને બીજીવાર કૂક થવા દો.

  2. 2

    હવે પાઉંભાજી મસાલો, લાલ મરચું, હિંગ મીઠું,નાખી 1/2 કપ પાણી ઉમેરીને મેસર વડે ક્રશ કરો. અને થોડીવાર ઢાંકણ ઢાંકી કૂક થવા દો. મસાલામાંથી ઘી છૂટું પડવા લાગે એટલે લીંબુ, કોથમીર સ્પ્રિંકલ કરો

  3. 3

    હવે ગેસ પર નોનસ્ટિક તવા ગરમ થાય એટલે ઘી નાખી પાઉંને વચ્ચેથી કટ કરીએક જ સાઈડ લાઈટ બ્રાઉન શેકી લો.પાઉંમા રેડી કરેલો મસાલો લગાવી દો. અને પાઉંને બંધ કરી થોડો ઉપર મસાલો લગાવી સેવ,ડુંગળી, કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે આપણા મસાલા પાઉં..મન પસન્દ રીતે ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes