હની પાઇનેપલ કસ્ટર્ડ (Honey Pineapple Custard Recipe In Gujarati)

Hima Buddhdev
Hima Buddhdev @cook_26109785

આ સ્વાદિષ્ટ વાનગી ખાંડ ફ્રી છે, તેમજ પાઇનેપલ ઓછી કેલરી ધરાવતુ ફળ છે તેથી આ વાનગી આરોગ્ય માટે ફાયદાકારક એવી હેલ્ધી મીઠાઇ(ડેઝર્ટ) છે.#સપ્ટેમ્બર

હની પાઇનેપલ કસ્ટર્ડ (Honey Pineapple Custard Recipe In Gujarati)

આ સ્વાદિષ્ટ વાનગી ખાંડ ફ્રી છે, તેમજ પાઇનેપલ ઓછી કેલરી ધરાવતુ ફળ છે તેથી આ વાનગી આરોગ્ય માટે ફાયદાકારક એવી હેલ્ધી મીઠાઇ(ડેઝર્ટ) છે.#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 8 સ્લાઈસપાઇનેપલ
  2. 250 મીલીદૂધ
  3. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. 4 મોટી ચમચીમધ
  5. 2 નાની ચમચીકન્ડેન્સ્ડ મિલ્ક
  6. 2 કપપાણી
  7. 4-5 તાંતણાકેસર
  8. દાડમના દાણા (સજાવટ માટે)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પાત્રમા પાઇનેપલ ની 5 slice ને ઝીણી સમારીને 2 કપ પાણી અને 4 ચમચી મધ સાથે ધીમા તાપે પાણી ઉડી જાય ત્યાં સુધી ચડાવવુ.

  2. 2

    એક વાડકીમા 4 ચમચી કસ્ટર્ડ પાઉડર ને પાણીમા ઘોળીને એક બાજુ રાખવુ.

  3. 3

    એક પેન મા ઉભરો આવે ત્યાં સુધી દુધને ઉકાળવુ અને પછી તેમા કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવુ. થોડુ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવવુ.

  4. 4

    ત્યારબાદ તેમા કસ્ટર્ડ પાઉડરનુ મિશ્રણ તેમજ કેસર ઉમેરવુ અને દુધને સતત 10 થી 15 મિનિટ સુધી હલાવતા રહેવુ.

  5. 5

    એકદમ ઘટ્ટ થયા બાદ તેમા અગાઉ બનાવેલ પાઇનેપલ ને ભેળવવુ અને 2 થી 5 મિનિટ માટે ચડવા દેવું.

  6. 6

    15,20 મિનિટ માટે રુમ ટેમ્પરેચર પર રાખીને 2 કલાક માટે ફ્રીઝર મા મુકી ને ઠંડુ થવા દેવું.

  7. 7

    દાડમના દાંણા તથા પાઇનેપલની slice વડે સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hima Buddhdev
Hima Buddhdev @cook_26109785
પર

ટિપ્પણીઓ

Similar Recipes