પનીર નવાબી (Paneer Nawabi RecipeIn Gujarati)

Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
Vapi

જય શ્રી કૃષ્ણ

પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી :
પનીર નોર્મલ શાક તો આપણે બધાએ જ ખાધું હશે પણ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળું શાક બહુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. ઘણા ઓછા લોકોએ આ શાક ખાધું હશે..
મેં આ ફર્સ્ટ ટાઈમ જ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.. તો ચાલો આજે આપણે પનીર નવાબી શાક બનાવવાનું જોઈ લઈએ.. આ શાક બહુ ટેસ્ટી હોય છે.. મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યું. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું..

#GA4
#week1
#cookpadindia

પનીર નવાબી (Paneer Nawabi RecipeIn Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

જય શ્રી કૃષ્ણ

પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી :
પનીર નોર્મલ શાક તો આપણે બધાએ જ ખાધું હશે પણ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળું શાક બહુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. ઘણા ઓછા લોકોએ આ શાક ખાધું હશે..
મેં આ ફર્સ્ટ ટાઈમ જ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.. તો ચાલો આજે આપણે પનીર નવાબી શાક બનાવવાનું જોઈ લઈએ.. આ શાક બહુ ટેસ્ટી હોય છે.. મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યું. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું..

#GA4
#week1
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪
  1. તેલ વઘાર માટે
  2. ૨-૩ ઈલાયચી
  3. ૫-૬ લવીંગ
  4. 1 ચમચીજીરૂ
  5. મોટી ઈલાયચી
  6. ૧ નંગડુંગળી સમારેલી
  7. ૧૨-૧૫ નંગ કાજુ
  8. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  9. ૨-૩ લીલા મરચા
  10. પાણી જરૂર મુજબ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીઘી
  13. 2 ચમચીદહીં
  14. 2 ચમચીક્રીમ (મલાઈ)
  15. ૧ ચમચીકાળા મરીનો પાઉડર
  16. ૧ ચમચીધાણા પાઉડર
  17. ૧/૪ ચમચીગરમ મસાલો
  18. ૧ ચમચીકસ્તુરી મેથી
  19. 200 ગ્રામપનીર
  20. ટુકડોતજ નો નાનો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ૧ ચમચી તેલ ગરમ કરો એમાં ઈલાયચી, લવિંગ અને તજ નો ટુકડો નાખી એને સાંતળો અને એમાં જીરૂ નાખો પછી જીરા નો કલર બદલાય ત્યાં સુધી સાંતળવું..

  2. 2

    આ બધું સંતળાઈ જાય પછી એમાં ડુંગળી નાખી સાંતળો. અને ડુંગળી સંતળાઈ જાય એટલે એમાં કાજુ નાખો.આ બધું સંતળાઈ જાય એટલે ૨-૩ લીલા મરચાં નાખીને મિક્સ કરી લો. એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એને બરાબર સાંતળો. એમાં મીઠું નાખી બરાબર હલાવો. અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો..

  3. 3

    આ બધુ મિશ્રણ સાંતળી એને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી એને મિક્સર જારમાં થોડું પાણી રેડી ટ્રાન્સફર કરી દો.

  4. 4

    હવે આ મિશ્રણને ઝીણું પીસી લો. એ પીસી લીધા પછી એક ગરણી ની મદદથી એને ગાળી લો. ગાળી લીધા પછી એની એક વ્હાઈટ ગ્રેવી ક્રીમી રેડી થઈ ગઈ.. ગરણી થી ગાળી લીધા પછી એમાં જે આ ઝીણો ઝીણો આ મસાલાનો હોય એ જવા દેવાનો એ વાપરવાનું નથી.. નહિતર બહુ સ્ટ્રોંગ થઈ જશે..

  5. 5

    જે ગ્રેવી બનીને રેડી થઈ છે એનાથી આપણે વાઈટ ગ્રેવી તૈયાર કરશું હવે એક વાસણમાં તેલ અને ઘી બંને ગરમ થવા દો એ ગરમ થઈ જાય પછી એમાં આ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરો..

  6. 6

    હવે આ બરોબર મિક્સ થઇ જાય એટલે એને બેથી ત્રણ મિનિટ બરાબર ઉકળવા દેવું.. હવે આ બરોબર ઉકાળી એમાં કાળા મરીનો પાઉડર અને ધાણા પાઉડર નાંખી મસાલાને બરાબર ઉકાળો..

  7. 7

    જ્યારે ગ્રેવી બરોબર ઉકળી જાય પછી એમાં દહીં નાખો.. દહીં એ પણ બરાબર ચડવા દો.. અને એમાં એક ચમચી કસ્તુરી મેથી નાખી ઉકાળો..

  8. 8

    આખી ગ્રેવી બરોબર દહીં સાથે ઉકળી જાય પછી એમાં ફ્રેશ ક્રીમ અને એના હોય તો મલાઈ પણ ચાલે.. હવે એને બરાબર ઉકળવા દો

  9. 9

    આ ગ્રેવી બરોબર મિક્સ અને ઉકળી જાય એટલે એમાં ૨૦૦ ગ્રામ જેટલું પનીર ના ટુકડા કરી એ ગ્રેવી માં નાખી દો.. અને બરોબર હલાવી મિક્સ કરી દો.. તો રડી છે નવાબી પનીર નુ શાક.. આને આપણે પરોઠા સાથે કે ભાખરી સાથે પણ પીરસી શકાય.. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
પર
Vapi
મને રસોઈ બનાવવી બહુ જ ગમે છે. મારા ઘર માં બધાને મારા હાથ ની રસોઈ બહુ જ ભાવે છે. મને મારું ટેલેન્ટ બતાવવા માટે નું આ ખૂબ જ સરસ પ્લેટૉર્મ છે. અને મને બઉ જ ખુશી થશે તમને નવી નવી રીત થી રેસિપી બનાવી ને બતાવવાનું. તમારો ખૂબ ખૂબ આભાર.
વધુ વાંચો

Similar Recipes