પાલક કોફ્તા(palak kofta recipe in Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#GA4
#Week2
#Spinach
#Post1
કૂકપેડ જોઇન કયૅા પછી રોજ નવીન વાનગીઓ બનાવી ને ખાવાની મજ્જા પડી જાય છે. વીક ૨ માં મેં પાલક નાં કોફ્તા બનાવ્યા છે. નવીનત્તમ તો લાગે જ સાથે હેલ્ધી પણ ખરા.

પાલક કોફ્તા(palak kofta recipe in Gujarati)

#GA4
#Week2
#Spinach
#Post1
કૂકપેડ જોઇન કયૅા પછી રોજ નવીન વાનગીઓ બનાવી ને ખાવાની મજ્જા પડી જાય છે. વીક ૨ માં મેં પાલક નાં કોફ્તા બનાવ્યા છે. નવીનત્તમ તો લાગે જ સાથે હેલ્ધી પણ ખરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ☘️ કોફ્તા માટે
  2. ૫૦૦ ગ્રામ પાલક
  3. ૩-૪ બાફેલા બટાકા
  4. ૧/૨સમારેલી ડુંગળી
  5. ૩-૪ ટૂકડા આદું
  6. ૪-૫ કળી લસણ
  7. લીલાં મરચાં
  8. ૧ ચમચીતેલ
  9. ૧ કપચણાનો લોટ
  10. ૧ ચમચીમીઠું
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૧૦૦ ગ્રામ પનીર/ ચીઝ જે હોય તે
  13. ૨-૩ ચમચી કોનૅ ફ્લોર
  14. તળવા માટે તેલ
  15. ☘️ ગ્રેવી માટે
  16. ૨ નંગમોટા ટામેટાં ની પ્યુરી
  17. ૨ નંગમોટી ડુંગળી સમારેલી
  18. ૧ ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  19. ૧ ચમચીમીઠું
  20. ૧/૨ ચમચીહળદર
  21. ૧ ચમચીમરચું પાઉડર
  22. ૧ ચમચીધાણાજીરૂ
  23. ૧/૨ કપકાચી પલાળેલી સીંગ
  24. ૧ ચમચીજીરૂ વઘાર માટે
  25. ૧/૨ ચમચીહીંગ
  26. ૧ ચમચીવરીયાળી
  27. ૨-૩ તમાલપત્ર
  28. કોથમીર ઉપર છાંટવા

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ચોખ્ખી કરી સમારી લો. મધ્પેયમ આંચ પર પેન માં એક ચમચી તેલ મૂકી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદું, લસણ અને સમારેલી પાલક ઉમેરી બે મીનીટ કૂક કરો. બહુ રંધાય નહીં અને બહુ પાણી ના છૂટે તે ધ્યાન રાખવું.ઠંડુ પડવા દેવું.

  2. 2

    મિશ્રણ ઠંડુ પડે એટલે મિક્સર માં વાટી લો. પછી તેમાં બાફેલાં બટાકા, ચણા નો લોટ, ખમણેલું પનીર/ ચીઝ, મીઠું અને ગરમ મસાલો નાંખી બરોબર મિક્સ કરી લો. મિશ્રણ માંથી કોફ્તા વાળી કોનૅફ્લોર માં રગદોળી તેલ માં તળી લો.

  3. 3

    હવે ગ્રેવી બનાવા માટે એ જ પેન માં૨ ચમચા તેલ મૂકી જીરૂ, હીંગ, તમાલપત્ર, આદું મરચાં લસણ ની પેસ્ટ નાંખી વઘારો. પછી ડુંગળી ઉમેરી એને ગોલ્ડન થવા દો. પછી ટામેટા ની પ્યુરી, મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ ઉમેરી હલાવો.

  4. 4

    ગ્રેવી ને ૨ મીનીટ કૂક થવા દો. પછી તેમાં મીઠું અને પલાળેલા કાચા સીંગ ની પેસ્ટ અને ૧કપ પાણી ઉમેરી હલાવો. ૩-૪ મીનીટ ગ્રેવી માં મસાલો ભળવા દો. ગ્રેવી થીક લાગે કે કોફ્તા એડ કરી હળવે હાથે હલાવો જેથી કોફ્તા તૂટે નહીં.૩-૪ મીનીટ થાય એટલે પાલક કોફ્તા સવૅ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes