ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#GA4
#week3
પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે

ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week3
પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તી
  1. બ્રેડ ની સ્લાઇસ
  2. ચીઝ ની સ્લાઈસ
  3. બટેકા બાફેલા
  4. ૨ ચમચીઆદું ની પેસ્ટ
  5. ૨ ચમચીમરચી ની પેસ્ટ
  6. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીહળદર
  9. 1/2ચમચી હીંગ
  10. ૧ ચમચીરાઇ
  11. ૭-૮ મીઠા લીમડા ના પાન
  12. કાંદો ઝીણો સમારેલ
  13. ૪ ચમચીતેલ
  14. લીંબુ નો રસ
  15. ૨ ચમચીઘણા જીરૂ
  16. ૩-૪ ચમચી કોથમીર
  17. ૨૦૦g બેસન
  18. ૧૦૦g મેંદો
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા તેલ ગરમ કરવા મૂકો. તેમા રાઇ. હીંગ,લીમડા ના પાન,હળદર, કાંદો, આદું, મરચી, લસણ ની પેસ્ટ નાખી મિક્ષ કરો

  2. 2

    ૨ મિનિટ સુઘી રેવા દય ગેસ બંધ કરી દો. હવે તેમા બાફેલા બટેકા, મીઠું, ખાંડ,લીંબુ નો રસ,ઘાણાજીરૂ પાઉડર, કોથમીર નાખી મિક્ષ કરી લો

  3. 3

    હવે એક બ્રેડ ની સ્લાઈસ લો તેના પર બટેકાનો મસાલો સમાન રીતે પાથરો. ઉપર ચીઝ સ્લાઇસ મૂકી ઉપરબીજી બ્રેડ ની સ્લાઇસ મૂકી દો

  4. 4

    તેને બરાબર વચ્ચે થી કટ કરી લો

  5. 5

    એક પેન મા ચણા નો લોટ, મેંદો, મીઠું,પાની નાખી મિક્ષ કરો.બેટર ને પતલુ રાખવા નું છે

  6. 6

    એક પેન મા તળવા માટે તેલ ગરમ કરો મસાલા ભરેલી બ્રેડ ને બેટર મા બન્ને સાઈડ ડીપ કરી તેલ મા તળી લો

  7. 7

    આંબલી ની ચટણી સાથે પીરશો. બસ તૈયાર છે ગરમા ગરમ ચીઝ પકોડા...😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes