પકોડા(Pakoda Recipe in Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#GA4
#Week3
#પકોડા
પકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે.

પકોડા(Pakoda Recipe in Gujarati)

#GA4
#Week3
#પકોડા
પકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાડકીચણા નો લોટ
  2. 2 ચમચીચોખાનો લોટ
  3. 1 ચમચીલીલા મરચાં
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીખાવાનો સોડા
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લો.

  2. 2

    હવે તેની અંદર લીલા મરચાં, હળદર, મીઠું નાખો. હવે પાણી રેડી બેટર તૈયાર કરી લો.

  3. 3

    હવે બેટર ની અંદર સોડા એડ કરી ને બરાબર હલાવી લો.

  4. 4

    હવે અજવાઈન નાં પાન ને ધોઈ લો. હવે ચણા ના લોટ ના બેટર માં પાન બોળી ને ગરમ તેલ માં પકોડા તળી લો.

  5. 5

    ગરમા ગરમ પકોડા દહીં, લીલી ચટણી, સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes