કેરેટ જીંજર સૂપ(Carrot Ginger Soup Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#GA4 #carrot #Week3
ગાજર એ પ્રોટીન, બીટા કેરોટિન, અને વિટામિન થી ભરપુર હોય છે. વળી એ સ્વાસ્થ્ય વર્ધક પણ છે. તેને આપણે હલવો બનાવવા માટે તો ઉપયોગ માં લઇએ છીએ પણ જો આ રીતે સૂપ તરીકે લેવામાં આવે તો સ્વાદ સાથે સેહત પણ સચવાય. આમેય અત્યાર ના સમય માં લોકો સેહત પ્રત્યે વધુ સજાગ બન્યા છે. જો ગાજર ના ખાતા હોય તેને પણ આ રીતે આપશો તો જરૂર પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીગાજર સમારેલા
  2. 1ડુંગળી
  3. 1ઈંચ ટુકડો આદુ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 2 ચમચીતેલ
  7. 1નાનો બાફેલો બટાકો
  8. થોડાકોળા ના બી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગાજર અને ડુંગળી ને ટુકડા કરી સમારી લો.

  2. 2

    કઢાઇ મા તેલ મૂકી સમારેલી ડુંગળી ઉમેરીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    ડુંગળી સાંતળી લીધાં બાદ ગાજર અને આદુ ના ટુકડા ઉમેરી લો. તેમાં થોડું પાણી ઉમેરી શકો. ઢાંકણ ઢાંકી ને ગાજર ચઢી જાય ત્યાં સુધી પકવી લો.

  4. 4

    તેને થોડું ઠંડુ પડે એટલે તેમાં બાફેલા બટેટા ના ટુકડા ઉમેરી મિક્સર જારમાં લઈ સરસ બ્લેન્ડ કરી લો.

  5. 5

    તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી થોડી વાર ઉકાળી લો

  6. 6

    સેરવિંગ બાઉલ માં કાઢી ઉપર કોળા ના બી મૂકી, મરી પાઉડર ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes