બફવડા (Buffvada Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#trend2
#week2
#post3
#બફવડા ( Buffvada Recipe in Gujarati )
આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા.

બફવડા (Buffvada Recipe in Gujarati)

#trend2
#week2
#post3
#બફવડા ( Buffvada Recipe in Gujarati )
આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. 🌐બફવડા ના પૂરણ ના ઘટકો :-
  2. & ૧/૨ કપ બાફેલા બટાકા
  3. ૨ ટેબલ સ્પૂનરોસ્ટ કરેલા સીંગદાણા નો ભૂકો
  4. ૨ ટેબલ સ્પૂનખાંડ
  5. ૨ ટેબલ સ્પૂનકોપરા નું છીણ
  6. ૨-૩ ટેબલ ચમચી લીલી કોથમીર જીની સમારેલી
  7. ૧ ટી સ્પૂનતેલ
  8. ૧ ટી સ્પૂનવરિયાળી પાઉડર
  9. ૧ ટેબલ સ્પૂનદાડમ ના દાણા
  10. ૩ નંગલીલાં મરચાં ની પેસ્ટ
  11. ૧ ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  12. ૧ ટેબલ સ્પૂનકીસમીસ ના ટુકડા
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  14. ૧ ટી સ્પૂનસેંધા નમક
  15. ૧ નંગલીંબુ નો રસ
  16. 🌐બફવડા ના બેટર માટે ના ઘટકો :-
  17. ૧/૪ કપબટાકા બાફેલા
  18. ૧/૨ ટી સ્પૂનનમક
  19. ૩ ટેબલ સ્પૂનશિંગોડા નો લોટ
  20. ૨ ટેબલ સ્પૂનઆરા લોટ
  21. ૧ ચપટીહળદર પાઉડર
  22. તેલ જરૂર મુજબ
  23. ગાર્નિશ માટે દાડમ ના દાણા
  24. બટાકા ની વેફર
  25. કોથમીર ની લીલી ચટણી
  26. ટામેટાં સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બફફવડા માટે નું પૂરણ બનાવીશું. એની માટે એક બાઉલ માં ૧ & ૧/૨ કપ બાફેલા ને મેશ કરેલા બટાકા માંથી ૧/૪ કપ મેશ કરેલા બટાકા બાઇન્ડ ડીંગ માટે કાઢી લેવા. આ વધેલા મેશ કરેલા બટાકા માં શેકેલી સીંગદાણા નો ભૂકો, ખાંડ, કોપરા નું છીણ, જીની સમારેલી લીલી કોથમીર અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે આમાં વરિયાળી પાઉડર, દાડમ ના દાણા, લીલા મરચાં ની પેસ્ટ, કાજુ ના ટુકડા, કીસમીસ ના ટુકડા, ગરમ મસાલો, સેન્ધા નમક અને લીંબૂ નો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આ મિશ્રણ ના હાથ તેલ થી ગ્રીસ કરી નાના બોલ્સ બનાવી લો.

  3. 3

    હવે આઉટર કૉટ્ટિંગ માટે બચેલા બટાકા ના માવા માં નમક, શિંગોડા નો લોટ અને આરા લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો ને થોડું તેલ ઉમેરી બરાબર મસળી લો. હવે આના પણ પૂરણ ના બોલ્સ કરતા મોટા બોલ્સ બનાવી લો.

  4. 4
  5. 5

    હવે આરા લોટ ને શિંગોડા ના લોટ મા હળદર ને પાણી ઉમેરી ખીરું બનાવી લો. હવે એક પ્લેટ મા આરા લોટ ઉમેરી લો. હવે આલુ ના મિશ્રણ ને હાથ માં લઇ થેપલી જેવું બનાવી તેમાં પૂરણ નો બોલ્સ અંદર મૂકી ગોળ લાડુ જેવું બનાવી આરા લોટ મા રગદોળી પછી બનાવેલા ખીરા માં ડીપ કરી ગરમ કરેલા તેલ મા ગેસ ની મીડીયમ ફ્લેમ પર બંને બાજુ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી તળી લો

  6. 6

    હવે આપણા બફવડા તૈયાર છે સર્વ કરવા માટે. આ બફવડા ને સરવિંગ પ્લેટ માં કાઢી ઉપર થી દાડમ ના દાણા થી ગાર્નિશ કરો. આ બફવડા ને કોથમીર ની લીલી ચટણી, ટામેટા સોસ ને બટાકા ની વેફર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes