ઢેકરા(Dhekra recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week13
#Tuver
દેસાઈ વડાની જેમ તુવેરના ઢેકરા પણ અનાવિલ ની સ્પેશ્યાલીટી છે.

ઢેકરા(Dhekra recipe in Gujarati)

#GA4
#Week13
#Tuver
દેસાઈ વડાની જેમ તુવેરના ઢેકરા પણ અનાવિલ ની સ્પેશ્યાલીટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપલીલી તુવેરના દાણા
  2. 1 કપપાણી
  3. 1 કપચોખાનો લોટ
  4. 2-3 ચમચીતલ
  5. 1/4 કપશીંગ દાણાનો ભૂકો
  6. 2 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  7. મીઠુ સ્વાદમુજબ
  8. 2-3 ચમચીતેલ+ તળવા માટે તેલ
  9. 2-3 ચમચીગોળ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેર ના દાણા ને ધોઈ બાફી લો. વધારાનુ પાણી નિતારી લો.

  2. 2

    હવે એક વાસણ માં એક કપ પાણી લઈ ગરમ કરો. તેમાં ગોળ ઉમેરો જેથી એકસરખો પીગળી જાય. તેમાં તેલ,તલ,શીંગ દાણા નો ભૂકો, મરચાની પેસ્ટ, મીઠુ ઉમેરી ઉકળવા દો.

  3. 3

    હવે બરાબર ઉકળી જાય એટલે તેમાં તુવેરના દાણા ઉમેરો. પછી તેમાં ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. કોથમીર ઉમેરો. હવે ધીમી આંચ પર 10 -15 મિનિટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ.

  4. 4

    હવે થઈ જાય એટલે ઠંડુ પડે પછી મિડીયમ સાઈના ઢેકરા વાળી લો.

  5. 5

    હવે એક વાસણ માં તેલ ગરમ કરો.તેમાં ઢેકરાને મિડીયમ આંચ પર તળી લો.

  6. 6

    હવે ગરમ ગરમ લીલી ચટણી કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes